જામનગર શહેરમાં ગાંધીનગર ખાતે આવેલ ઈચ્છેશ્વર મહાદેવ મંદિર પાસે જામનગર મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવેલ કચરા પેટીમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આગ લગાડવામાં આવતા કન્ટેનર માં રહેલ કચરાના કારણે આગ વિકરાળ બનતા ધુમાડાના ગોટા નીકળવા લાગતા મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ તથા રાહદારીઓ એ ભારે પરેશાનીનો સામનો કર્યો હતો. આ કચરા પેટીમાં કોઈ ટીખ્ખળ ખોરો એ આગ લગાડી છે કે પછી કચરાનો નિકાલ કરવા આ રીતે આગ લગાડવામાં આવે છે તે એક મોટો પ્રશ્ન છે……?
આ કચરા પેટીની બાજુમાં જ વીજ સબસ્ટેશન આવેલું હોય સદનશીબે આગના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી. કચરા પેટીમાં આગને કારણે લોકો ભારે પરેશાન થયા હતા તેમાં પણ મંદિર ની બાજુમાં જ કચરા પેટી આવેલી હોય મંદિરે દર્શન માટે આવતા ભક્તો ને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.