Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા બદલીના ઓર્ડરો

જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા બદલીના ઓર્ડરો

જિલ્લાના 93 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ

- Advertisement -

જામનગર જિલ્લામાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના ઓર્ડર જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યા છે. જિલ્લામાં 93 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. એકસાથે 93 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલીના ઓર્ડરથી પોલીસ બેડામાં પણ ચર્ચાઓ જાગી છે.

- Advertisement -

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર એલસીબી, એસઓજી સહિત જિલ્લાના 93 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં એલસીબીના હેકો ભગીરથસિંહ સરવૈયાની પેરોલ ફર્લો સ્કવોડમાં, અશોક સોલંકીની સીટી-બીમાં, પોકો શિવભદ્રસિંહ જાડેજાની ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે, રાકેશભાઇ ચૌહાણની સીટી-એ ખાતે, યશપાલસિંહ જાડેજાની સીટી-સી ખાતે, જામનગર એસઓજીના અરજણભાઇ કોડિયાતરની એલસીબીમાં, શોભરાજસિંહ જાડેજાની કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં, મયુદ્ીન સૈયદની એલસીબીમાં, પોલીસ હેડ કવાર્ટરના રાયટર હેડના નરેન્દ્રસિંહ જાડેજાની પોલીસ હેડ કવાર્ટર ફોર્સમાં, પોલીસ હેડ કવાર્ટર ફોર્સના ભરતભાઇ સુવારીયાની હેડ કવાર્ટરના રાયટર હેડ તરીકે, હેડ કવાર્ટરના જયપાલસિંહ ડોડીયાની સીટી-સી ડિવિઝનમાં, પોલીસ હેડ કવાર્ટર આર્મરર વિભાગના જશોદાબેન મકવાણાની જામજોધપુર પોલીસ સ્ટેશનમાં, હેડ ક્વાર્ટરના રાધાબેન યાદવની સીટી-બી ડિવિઝનમાં, સીટી-એના ધારાબેન ચોટલીયાની જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં, મેરુભાઇ ભુંડીયાની પંચ-બી ડિવિઝનમાં, વિરેન્દ્રસિંહ જાડેજાની એસઓજીમાં, વિનોદ જાદવની કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત સીટી-બી ડિવિઝનના જોસનાબેન રાઠોડની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં, પ્રધ્યુમનસિંહ જાડેજાની પંચ-બી ડિવિઝનમાં, સબાનાબેન દરવાજાની સાયબર ક્રાઇમમાં, ધર્મેન્દ્રસિંહ જાડેજાની એલસીબીમાં, સંદિપ જોરીયાની રિડર શાખામાં એટેચ તરીકે, સીટી-સી ડિવિઝનના હરિશ વાઘેલાની જોડિયા પોલીસ સ્ટેશનમાં, કિર્તીબેન નારીયાની સીટી-સી એલઆઇબી રાઇટર હેડ તરીકે, મગન ચંદ્રપાલની સીટી-એ ડિવિઝનમાં, ભારતીબેન વાઢેરની જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે, હરદીપ બારડની એલસીબીમાં, ફિરોઝ ખફીની કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં, જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડના યોગરાજસિંહ રાણાની શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં, ઘનશ્યામ દેલવાડીયાની સીટી-બી ડિવિઝનમાં, પંચ-એ ડિવિઝનના ધર્મેન્દ્રસિંહ કંચવાની સિક્કા પોલીસ સ્ટશેનમાં, બાદલ ચોટલીયાની સીટી-બી ડિવિઝનમાં, પંચ-બી ડિવિઝનના રામદેવસિંહ ઝાલાની પોલીસ હેડ કવાર્ટરમાં, ભગીરથસિંહ જાડેજાની ટ્રાફિક શાખામાં, ક્રિપાલસિંહ જાડેજાની એલસીબીમાં, પુષ્પરાજસિંહ જાડેજાની કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બદલી કરાઇ છે.

- Advertisement -

જામનગર ટ્રાફિક શાખાના હરપાલસિંહ પરમારની સીટી-એ ડિવિઝનમાં, દર્શિત સિસોદીયાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટશેનમાં, દિનેશ સાગઠીયાની એસઓજીમાં, સોયદ મકવાની એસઓજીમાં, સજ્જનસિંહ જાડેજાની ધ્રોલ પોલીસ સ્ટેશનમાં, હિતેન્દ્ર ચાવડાની એર સિક્યુરીટીમાં તથા ચંદ્રસિંહ પરમારની સિક્કા પોલીસ સ્ટેશન ખાતે, અમિત ગઢવીની સીટી-બી ડિવિઝનમાં, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગીતાબેન હિરાણીની ટ્રાફિક શાખામાં, ચંપાબેન વાઘેલાની લાલપુર પોલીસ સ્ટેશન ખાતે, કલ્પેશ મૈયડની એલસીબીમાં, જોડિયાના કનુભાઇ પરમારની ધ્રોલ/જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલઆઇબી ફિલ્ડ તરીકે, વિક્રમ બકુતરાની લાલપુર પોલીસ સ્ટેશનમાં, ધ્રોલ પોલીસ સ્ટેશનના દિનેશ છૈયાની પંચ-બીમાં, અર્જુનસિંહ જાડેજાની સિક્કા પોલીસ સ્ટેશનમાં, વિરલ રાવલિયાની પંચ-બીમાં, જનકભાઇ મકવાણાની સીટી-બીમાં, મયૂરસિંહ પરમારની એલસીબીમાં, સંજય સોલંકીની કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં, કુલદીપસિંહ સરવૈયાની પંચ-એ ડિવિઝનમાં, ભૂપતભાઇ ખાટરીયાની ધ્રોલ જીઆરડી હેકો તરીકે બદલી કરાઇ છે.
જામજોધપુર પોલીસ સ્ટેશનના રિધ્ધિબેન વારોદરીયાની લાલપુર પોલીસ સ્ટેશનમાં, જિગ્નેશ મેઘનાથીની પંચ-એ ડિવિઝનમાં, પ્રવિણ ખોલાની ટ્રાફિક શાખામાં, મુળરાજસિંહ જાડેજાની સિક્કા પોલીસ સ્ટેશનમાં, સંજય બાલીયાની કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં, ચંદુભા જાડેજાની ધ્રોલ પોલીસ સ્ટેશનમાં, ઋષિરાજસિંહ વાળાની એલસીબીમાં, રાજેશકુમાર કરમુરની ટ્રાફિક શાખામાં, સરમણભાઇ ચાવડાની સીટી-બીમાં, પ્રશાંતકુમાર વસરાની પોલીસ હેડ કવાર્ટરમાં, શેઠવડાળાના કરશન બદિયાવડરાની જામજોધપુર ખાતે, શ્રીકાંત દાતણિયાની સીટી-બીમાં, નયનાબેન કરંગિયાની લાલપુર પોલીસ સ્ટેશનમાં, કૃણાલ હાલાની જામજોધપુર ખાતે, જયરાજસિંહ ઝાલાની બેડી મરીન પોલીસ સ્ટેશનમાં, સિક્કાના સિક્કા પોલીસ સ્ટેશનમાં સુરેશ ડાંગરની સીટી-સીમાં, દિલીપસિંહ જાડેજાની સીટી-બીમાં, બેડી મરિન પોલીસ સ્ટેશનના રાહુલ પાણકુટાની બેડી મરીન જામનગર ખાતે સી-ઇમિગ્રેશનની કામગીરીમાં, કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના સંદિપસિંહ જાડેજાની ટ્રાફિક શાખામાં, પ્રતિપાલસિંહ સોઢાની ટ્રાફિક શાખામાં, મહેન્દ્રસિંહ જાડેજાની કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન સ.વા.ના ડ્રાઇવર તરીકે, કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના જયદીકુમાર જેસડીયાની જોડિયા પોલીસ સ્ટેશનમાં, ભરતકુમાર નંદાણિયાની લાલપુર પોલીસ સ્ટેશનમાં, એબસ્કોન્ડર સ્કવોડના કાસમ બ્લોચની એલસીબીમાં, ક્યૂઆરટીના પુષ્પારાજસિંહ જાડેજાની કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં, સંજયસિંહ જાડેજાની પંચ-એમાં જામનગર ગ્રામ્ય જીઆરડી તરીકે, સિક્કાના લાલજીભાઇ ગુજરાતીની જામજોધપુર પોલીસ સ્ટેશનમાં, લાલપુર પોલીસ સ્ટેશનના વૈશાલિબેન નંદાણિયાની શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં, એએચટીયુના બળવંતસંગ પરમારની એએચટીયુ પીસીસી સેલમાં એટેચ તરીકે, ભારતીબેન ડાંગરની એલસીબીમાં, પોલીસ ક્ધટ્રોલ રૂમના વનરાજસિંહ ચાવડાની પોલીસ હેડ કવાર્ટરમાં, એમટી વિભાગના તેજસ જાનીની ક્યૂઆરટી વિભાગમાં, વિજય કરંગીયાની પંચ-બી ડિવિઝનમાં સ.વા.ના ડ્રાઇવર તરીકે, મેઘપર પોલીસ સ્ટેશનના પ્રવિણકુમાર પરમારની સીટી-સી ડિવિઝનમાં અને સીટી-સી ડિવિઝનના પારૂલબા જાડેજાની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જામનગર ખાતે એટેચ તરીકે બદલી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular