Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર ડી.વાય.એસ.પી જયવીરસિંહ ઝાલા અને જામનગર ગ્રામ્ય ડી.વાય.એસ.પી કૃણાલ દેસાઈની બદલી

જામનગર શહેર ડી.વાય.એસ.પી જયવીરસિંહ ઝાલા અને જામનગર ગ્રામ્ય ડી.વાય.એસ.પી કૃણાલ દેસાઈની બદલી

હાલારના ત્રણ સહીત રાજ્યના 86 ડી.વાય.એસ.પી ની બદલી

- Advertisement -

ગુજરાતમાં મોડી રાતે 86 ડી.વાય.એસ.પી ની બદલી કરવામાં આવી છે. જેમાં જામનગર શહેર ડી.વાય.એસ.પી જયવીરસિંહ ઝાલા અને જામનગર ગ્રામ્ય ડી.વાય.એસ.પી કૃણાલ દેસાઈની પણ બદલી કરવામાં આવી છે.

- Advertisement -

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ચૂંટણી આચાર સંહિતા અમલમાં આવે તે પૂર્વે પોલીસબેડામાં બદલીનો ગંજીફો જીકવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જામનગરના ત્રણ સહીત રાજ્યના 113 પોલીસ ઇન્સ્પેકટરોની બદલીના હુકમો કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ ગઈકાલે રાત્રે રાજ્યના 86 ડી.વાય.એસ.પી ની બદલી કરવામાં આવી છે. જામનગર શહેર ડી.વાય.એસ.પી જયવીરસિંહ ઝાલાને નર્મદા તથા જામનગર ગ્રામ્ય ડી.વાય.એસ.પી કૃણાલ દેસાઈની મદદનીશ પોલીસ કમિશ્નર આઈ- ડીવીઝન અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ડી.વાય.એસ.પી નીલમ ગોસ્વામીની પોરબંદર શહેર વિભાગીય પોલીસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular