ગુજરાત રાજ્યમાં હાલ સરકારી અધિકારીઓની બદલીનો દૌર ચાલી રહ્યો છે. દરમિયાન સરકાર દ્વારા જામનગર અને દ્વારકા સહિત રાજ્યના 84 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે તેમાં જામનગર અને દ્વારકા તાલુકાના નવ અધિકારીઓની બદલી થઈ છે.
રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા 84 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓની બદલીમાં રાજકોટના નાયબ ચીટનીશ નિતિન અમૃત સરવૈયાને જામનગર તાલુકા વિકાસ અધિકારી તરીકે અને અમરેલીના ધારીના બ્રિજેશના રસિક સોજીત્રાને ધ્રોલ તથા દ્વારકા નાયબ ચીટનીશ હરદીપસિંહ નિર્મળસિંહ ગોહિલને કાલાવડ તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ ચીટનીશ પ્રવિણકુમાર ધીરજલાલ ડઢાણિયાને જામજોધપુર અને જામનગર જિલ્લા પંચાયતના વિસ્તરણ અધિકારી રામજી લાલજી ડગરાને કલ્યાણપુર તથા કિશોરચંદ્ર વિઠલ શેરઠીયાને દ્વારકા તાલુકા વિકાસ અધિકારી તરીકે તેમજ ખંભાળિયાના તાલુકા વિકાસ અધિકારી નિશિત ધીરુભાઈ ચૌધરીને મહેસાણાના જોટાણામાં અને ભાણવડના એસ.સી.ભટ્ટને અમરેલીના ખાંભામાં તથા પોરબંદર જિલ્લા પંચાયતના નાયબ ચીટનીશ આરીશ ઈબ્રાહિમ શેખને ખંભાળિયા સહિતના 84 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે.