20 મહિના બાદ ભારતીય રેલવેનો કોરોનાકાળ ખત્મ થયો છે. રેલવે બોર્ડે આગામી 2-4 દિવસમાં કોરોના પહેલાંની સ્થિતિએ જ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ મૂળ શેડયુલ મુજબ અને મુળ ભાડા મુજબ ટ્રેનો દોડશે. સ્પેશ્યલ ટ્રેનોનું સ્ટેટસ ખત્મ થશે. જો કે, તમામ ટ્રેનોમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. કોરોનાની અસર ઓછી થતાં જ રેલવે બોર્ડ ટ્રેનોને કોરોના પહેલાની સ્થિતિમાં લાવવાનો નિર્ણય લીધો છે. રેલ્વે બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ, તમામ ટ્રેનો બે-ચાર દિવસ સુધી સામાન્ય નંબરો પર દોડવાનું શરૂ કરશે, એટલે કે, નંબરોમાંથી શૂન્ય દૂર કરવામાં આવશે. આ સિવાય કેટલીક ટ્રેનોમાં સ્પેશિયલ કલાસ બાદ ભાડું વધાયું હતું, જે પણ પહેલા જેવું જ રહેશે. રેલવે બોર્ડે સ્પષ્ટતા કરી છે કે, ટ્રેનોમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. એટલે કે, રિઝર્વેશન વિના મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય યાત્રા દરમિયાન ધાબળા, ચાદર આપવામાં આવશે નહીં.
રેલ્વે બોર્ડે શુક્રવારે રાત્રે આ અંગે આદેશ આપ્યા છે. હાલ શતાબ્દી, રાજધાની, દુરંતો, મેલ અને એકસપ્રેસ મળીને 1744 ટ્રેનો ચાલુ છે. આ તમામ ટ્રેનો સ્પેશિયલ ટ્રેન તરીકે દોડી રહી છે. પરંતુ ટૂંક સમયમાં આ ટ્રેનો સામાન્ય નંબરો પર દોડવા લાગશે. આ સિવાય કેટલીક ટ્રેનો સ્પેશિયલ બન્યા બાદ ભાડું પણ વધાર્યું હતું, રેલ્વે મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ભાડું પણ કોરોના પહેલા જેટલું હશે. એટલે કે તમામ ટ્રેનોને કોરોના પહેલાની સ્થિતિમાં ફરી શરૂ કરવામાં આવશે. બોર્ડના જણાવ્યા અનુસાર સોફ્ટવેર અપડેટ કરવામાં બેથી ચાર દિવસનો સમય લાગી શકે છે. આ પછી, ટ્રેનોને કોરોના પહેલાની સ્થિતિમાં ફરીથી શરૂ કરી દેવામાં આવશે.
રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. એટલે કે, આરક્ષણ વિના બીજા વર્ગમાં ચાલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય ટ્રેનમાં મુસાફરી દરમિયાન ધાબળા, ચાદર, ગાદલા આપવામાં આવશે નહીં. જો કે, રેલવે બોર્ડે ઘણી શ્રેણીઓને આપવામાં આવેલી છૂટ અંગે સ્પષ્ટતા કરી નથી.
રેલવેનો કોરોનાકાળ ખત્મ, હવે પહેલાંની જેમ જ દોડશે ટ્રેનો
હાલમાં દોડતી તમામ ટ્રેનોનું સ્પેશિયલ સ્ટેટસ ખત્મ : ફરી જૂના ભાડા અમલમાં આવશે : આગામી 2-4 દિવસમાં અમલવારી શરૂ, જો કે ટ્રેનોમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે