Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરસાંસદ પૂનમબેન માડમના પ્રયાસથી બંધ થયેલ ટ્રેનો પુન: શરૂ થશે

સાંસદ પૂનમબેન માડમના પ્રયાસથી બંધ થયેલ ટ્રેનો પુન: શરૂ થશે

- Advertisement -

કોવિડ-19ની પરિસ્થિતિના કારણે જામનગર-દેવભૂમિ દ્વારકા સંસદીય મત વિસ્તારની લોકલ તથા એક્સપ્રેસ ટ્રેનો બંધ થઇ હતી. રાજ્યની કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ બંધ થયેલ લોકલ તથા એક્સપ્રેસ ટ્રેનો પુન: ચાલુ કરવા માટે સંસદસભ્ય પૂનમબેન માડમએ રેલવે સત્તાવાળાઓ સમક્ષ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતાં રેલવે દ્વારા મુંબઇ-પોરબંદર (સૌરાષ્ટ્ર-એક્સપ્રેસ) તથા ભાવનગર-ઓખા લોકલ ટ્રેન તા. 18 ઓગસ્ટથી પુન: ચાલુ કરવામાં આવશે. સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી પુન: શરુ થનાર ટ્રેનોના લીધે યાત્રિકો અને સ્થાનિક પ્રજાજનોમાં આનંદની લાગણી વ્યાપેલ છે.

આ ઉપરાંત હાલ લોકસભાના ચોમાસુ સત્રમાં સાંસદ પૂનમબેન માડમ નવીદિલ્હી હોય, રેલવે સત્તાવાળાઓ સમક્ષ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતાં રેલવે દ્વારા તા. 16 ઓગસ્ટથી પોરબંદર-કાનાલુસ લોકલ પેસેન્જર ટ્રેન પુન: ચાલુ કરવા નિર્ણય કરાયો છે. આમ સાંસદ પૂનમબેન માડમના પ્રયાસથી જામનગરથી પસાર થતી ત્રણ ટ્રેનો પુન: શરૂ થઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular