Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરવેકેશન માટે ધડાધડ બુક થઈ રહી છે ટ્રેનની ટિકિટો...

વેકેશન માટે ધડાધડ બુક થઈ રહી છે ટ્રેનની ટિકિટો…

તમારો પ્લાન છે ફરવા જવાનો ? તો અત્યારે જ ચેક કરો બુકિંગ પોર્ટલ

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે દિવાળીના વેકેશનમાં લોકો હરવા-ફરવા જતાં હોય છે આગામી દિવાળીના પર્વને લઇ બહાર ગામ જવા માટે લોકો આયોજનો કરી રહ્યા છે. હાલ જામનગરથી પસાર થતી અનેક ટ્રેનોમાં લાંબા વેઇટીંગ ચાલી રહ્યા છે તો વળી કેટલીક ટ્રેનોમાં તો વેઇટીંગ પણ ફુલ થઇ ગયા છે. અને બુકીંગ જ થતું નથી.

- Advertisement -

પ્રકાશનું પર્વ દિવાળીનો તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે દિવાળી દરમિયાન બાળકોને શાળામાં વેકેશન હોય છે તેમજ આ વર્ષે તો સરકારી કચેરીઓમાં પણ મીની વેકેશન જેવો માહોલ થવાનો છે. ગુજરાત સરકારના કર્મચારીઓને અઠવાડીયાનું દિવાળી વેકેશનથી લોકોને તહેવારની મજા માણવામાં અનેરો ઉત્સાહ છવાશે તહેવારોની રજામાં લોકો હરવા ફરવાના સ્થળે તેમજ બહારગામ ફરવા જતાં હોય છે ખાસ કરીને દિવાળી વેકેશનમાં મુંબઇ, ગોવા, દિલ્હી, હરીદ્વાર સહિતના સ્થળોએ ફરવા જતાં હોય છે. તહેવારને લઇ ટ્રેન, બસ, ફલાઇટમાં ભારે ઘસારો જોવા મળતો હોય છે. અગાઉથી લોકોએ પ્લાનીંગ કર્યુ હોય તેમને વાંધો આવતો નથી હોતો પરંતુ છેલ્લી ઘડીએ પ્લાનીંગ કરનારા લોકોને મુશ્કેલી પડે છે.

મળતી માહિતી અનુસાર મુંબઇ માટે જામનગરવાસીઓને હોટ ફેવરીટ એવા ઓખાથી ઉપડતો સૌરાષ્ટ્ર મેઇલમાં હાલમાં દિવાળીના તહેવારો દરમિયાન સ્લીપરમાં 40 જેટલુ, ટુ ટાયર એસીમાં 13 તથા થ્રી એસી 29 જેટલા વેઇટીંગો ચાલી રહ્યા છે. સૌરાષ્ટ્ર મેઇલ ઉપરાંત જામનગરથી પોરબંદરથી ઉપડતી સૌરાષ્ટ્ર એકસપ્રેસ, જામનગરથી ઉપડતી હમસફર, હાપાથી ઉપડતી દુરન્ટો સહિતની ટ્રેનોમાં પણ વેઇટીંગ હોવાનું જાણવા મળી રહ્યું છે.

- Advertisement -

હરીદ્વાર જતી ઓખા દહેરાદુન ટ્રેનમાં સ્લીપર કલાસમાં વેઇટીંગ 200 સુધી પહોંચી ગયું છે. જ્યારે ટુ ટાયર એસીમાં 14 તથા થ્રી ટાયર એસીમાં 47 વેઇટીંગ ચાલી રહ્યા છે. આ ઉપરાંત ઓખા વારાણસી ટ્રેનમાં સ્લીપરમાં 232 સુધી વેઇટીંગ લીસ્ટ પહોંચી ચુકયુ છે. આ ટ્રેનમાં તો થ્રી એસીમાં પણ 98 વેઇટીંગ લીસ્ટ ચાલી રહ્યું છે. જ્યારે ટુ ટાયર એસીમાં પણ 29 વેઇટીંગ ચાલી રહ્યા છે. બિલાસપુર જવાની પોરબંદર હાવડા એકસપ્રેસમાં તો સ્લીપરમાં તો વેઇટીંગ લીસ્ટ 250ને પાર પહોંચી ગયું છે. જયારે આ ટ્રેનમાં ટુ ટાયર એસીમાં તો બુકીંગ એટલુ બધુ ફુલ થઇ ગયું છે કે વેઇટીંગ પણ બંધ થઇ ગયા છે અને ‘નો-રૂમ’ બતાવી રહ્યું છે. તેમજ થ્રી ટાયર એસીમાં 236 વેઇટીંગ ચાલી રહ્યા છે. પોરબંદર મોતીહારી ટ્રેનમાં તો એકપણ કલાસમાં ટીકીટ મળી રહી નથી સ્લીપર, ટુ ટાયર એસી તથા થ્રી ટાયર એસીમાં ‘નો-રૂમ’ દર્શાવતુ હોવાનું જાણવા મળી રહ્યું છે. વૈષ્ણુદેવી, જમ્મુ કાશ્મિર તરફ જતી ટ્રેનમાં પણ 100 જેટલા વેઇટીંગ ચાલી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આમ દિવાળી વેકેશનને લઇ લોકો બહારગામ ફરવા જવાનો ક્રેશ વધતો જઇ રહ્યો હોય ટ્રેનોમાં ટીકીટ બુકીંગમાં ખુબ લાંબા વેઇટીંગ લીસ્ટ જોવા મળી રહ્યા છે. આવી જ હાલત બસમાં અને ફલાઇટમાં પણ રહેશે ટ્રેનો સહિતના મુસાફરીના સાધનોની સાથે સાથે હોટલ બુકીંગો પણ એડવાન્સ થઇ રહ્યા છે અને હોટલો પણ પેક થશે તેમાં પણ ઘસારો જોવા મળી શકે છે.

- Advertisement -

ટ્રેનોમાં હાલ બુકીંગ ફુલ થતુ જઇ રહ્યું છે. ત્યારે જો કોઇને આકસ્મીક સંજોગોમાં પોતાના વતન કે કોઇપણ જગ્યાએ જવાનું થાય તો ભારે મુશ્કેલી પડે તેવી સ્થિતિ છે. આ ઉપરાંત રેલ્વે દ્વારા એક દિવસ પૂર્વે તત્કાલ ટીકીની સુવીધા ઉપલબ્ધ છે તે પણ તહેવારોના દિવસોમાં ભારે ઘસારો જોવા મળી શકે છે માત્ર સેક્ધડોમાં કે મીનીટોમાં તત્કાલ ટીકીટ બુકીંગ ફુલ થઇ શકે છે અને તેમાં પણ રેલ્વે સ્ટેશનોએ લાઇનો જોવા મળી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular