મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી 2 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિશેષ ભાડા પર લંબાવવામાં આવ્યા છે.
ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા વીકલી સ્પેશિયલને 10 ફેબ્રુઆરી, 2024થી 24 ફેબ્રુઆરી, 2024 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ ને 11 ફેબ્રુઆરી, 2024 થી 25 ફેબ્રુઆરી, 2024 સુધી લંબાવવામાં આવી છે.ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ વીકલી સ્પેશિયલને 5 ફેબ્રુઆરી, 2024થી 26 ફેબ્રુઆરી, 2024 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09519 મદુરાઈ-ઓખા વીકલી સ્પેશિયલ ને 9 ફેબ્રુઆરી, 2024 થી 1 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09435, 09436 અને 09520 માટેનું બુકિંગ 1 ફેબ્રુઆરી, 2024 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.