Sunday, December 22, 2024
Homeરાજ્યકલ્યાણપુરના કાનપર શેરડી ગામે અનૈતિક સંબંધોનો કરૂણ અંજામ

કલ્યાણપુરના કાનપર શેરડી ગામે અનૈતિક સંબંધોનો કરૂણ અંજામ

યુવાનની કરપીણ હત્યા: હત્યાના સપ્તાહ બાદ પાંચ શખ્સો સામે ગુનો

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે તાજેતરમાં એક યુવતીના ઘરમાં ગયેલા જામનગર તાબેના લાલપુર તાલુકાના મોડપર ગામના રહીશ એવા એક યુવાનને આ યુવતીના પરિવારજનોએ સાથે મળી અને આ યુવાનની ઘાતકી હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જે સંદર્ભે પાંચ શખ્સો સામે ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામે રહેતો ભરતભાઈ રામાભાઈ ગાગીયા નામનો 30 વર્ષનો આહિર તા. 25-26 સપ્ટેમ્બરના રોજ રાત્રીના એકાદ વાગ્યે કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી રહેતા એક આસામીના રહેણાંક મકાનમાં ગયો હતો. ત્યાં આ પરિવારની યુવતી હોય, આ યુવતીને મળવા ગયેલા ભરતભાઈ ગાગીયા અંગેની જાણ યુવતીના પરિવારજનોને થઈ ગઈ હતી.

યુવતીના રૂમમાંથી ભરતભાઈ ગાગીયા મળી આવતા આ યુવતીના પરિવારજનો એવા વિરા માલદે ભાદરકા, ખીમા માલદે ભાદરકા, મેરામણ ઉર્ફે મેરા માલદે ભાદરકા, મેરામણ ઉર્ફે મેરગ અરજણ ભાદરકા અને દિનેશ હરદાસ ભાદરકા નામના પાંચ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી, યુવતીના ઘરે આવેલા ભરતભાઈને મારી નાખવાના ઈરાદાથી લાકડી, લોખંડના પાઇપ, વિગેરે જેવા જીવલેણ હથિયારોથી તૂટી પડ્યા હતા.

- Advertisement -

આ ઘાતક હુમલા દરમિયાન આરોપી શખ્સોએ ભરતભાઈના શરીરના જુદા જુદા ભાગોમાં બેફામ માર મારતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને વધુ સારવાર અર્થે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબિબોઓએ ભરતભાઈને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. બનાવના બીજા દિવસે જ યુવાનના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ અંતિમ સંસ્કાર બાદ કોઈ કારણોસર મૃતકના પરિવારજનોએ ગઈકાલે બુધવારે ધોરણસરની ફરિયાદ નોંધાવી છે.

મૃતક તથા આરોપી પરિવારજનો દૂરના સગા થતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સમગ્ર બનાવવા અંગે મૃતકના ભાઈ નારણભાઈ રામાભાઈ ગાગીયા (ઉ.વ. 30, રહે. મોડપર) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ઉપરોક્ત પાંચેય આરોપીઓ સામે માનવ હત્યાની કલમ 302 સાથે રાયોટીંગની કલમ 143, 147, 148, 149, તથા 325, 323, 506(2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

યુવાનની હત્યાનો બનાવ બનતા અહીંના ડીવાયએસપી ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ પ્રકરણમાં કલ્યાણપુરના પી.એસ.આઈ. એમ.આર. સવસેટાએ જરૂરી કાર્યવાહી કરી, આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવે નાના એવા કાનપર શેરડી વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular