Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકા પ્રવાસમાં આવેલા શિક્ષકનું મોબાઇલમાં વાત કરતા બસમાંથી નીચે પડી જવાથી કરૂણ...

દ્વારકા પ્રવાસમાં આવેલા શિક્ષકનું મોબાઇલમાં વાત કરતા બસમાંથી નીચે પડી જવાથી કરૂણ મૃત્યુ

- Advertisement -

દ્વારકા ખાતે શૈક્ષણિક પ્રવાસમાં આવેલા મૂળ સિહોર તાલુકાના વતની એવા એક વિપ્ર શિક્ષક ગઈકાલે મોબાઈલમાં વાત કરતા બસમાંથી નીચે પડી જવાના કારણે તેમનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

આ બનાવની વિગત એવી છે કે સિહોર તાલુકાના અગિયારી ગામના મૂળ રહીશ અને હાલ તળાજા રોડ પર રહેતા હર્ષદભાઈ રમેશભાઈ જાની નામના 35 વર્ષના બ્રાહ્મણ શિક્ષક ગઈકાલે બુધવારે એક બસ મારફતે દ્વારકા તથા આસપાસના વિસ્તારોમાં શૈક્ષણિક પ્રવાસમાં આવ્યા હતા.

ગઈકાલે બપોરના સમયે તેઓ દ્વારકા દર્શન કરી અને જુનાગઢ પરત જવા માટે નીકળ્યા હતા, ત્યારે દ્વારકા નજીકના હાઇ-વે માર્ગ પર ખોડીયાર મંદિર ચેક પોસ્ટ પાસેથી નીકળતા બસમાં બેઠેલા શિક્ષક હર્ષદભાઈને મોબાઈલ ફોન આવતા તેઓ તેમની સીટ ઉપરથી ઉભા થઈ અને બસના દરવાજા પાસે વાત કરી રહ્યા હતા. ત્યારે એકાએક તેઓ રોડ પર પટકાઈ પડતા તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગેની જાણ સાથી શિક્ષક કરસનભાઈ ગૌરીશંકર જાળેલા (ઉ.વ. 35, રહે. સિહોર, ભાવનગર) દ્વારા દ્વારકા પોલીસને કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular