ખંભાળિયા- જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર એક હોટલ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જીજે-19-વી-2621 નંબરના મહિન્દ્રા બોલેરોના ચાલકે આ માર્ગ પર જીજે-10-એડી-7081 નંબરના મોટરસાયકલ ઉપર જઈ રહેલા પીઠાભાઈ કાનાભાઈ નંદાણીયા નામના ચાલકને હડફેટે લીધો હતો. આ અકસ્માતમાં શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થવાથી પીઠાભાઈ કાનાભાઈનું કરૂણ મૃત્યુ નીપજયું હતું. આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઈ પરબતભાઈ કાનાભાઈ નંદાણીયા (ઉ.વ. 52, રહે. ફતેપુર, તા. ભાણવડ) ને ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બોલેરો વાનના ચાલક સામે આઇપીસી કલમ 279 304 તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ એમ.જે. સાગઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.