Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી થયેલી ચોરાઉ બેટરી સાથે તસ્કર ત્રિપુટી ઝડપાઈ

જામનગરમાંથી થયેલી ચોરાઉ બેટરી સાથે તસ્કર ત્રિપુટી ઝડપાઈ

સિટી બી ડીવીઝન પોલીસે 20 નંગ બેટરી અને બે બાઈક કબ્જે કર્યા : ગેરેજમાં કામ કરતાં શખ્સે બેટરીઓ ચોરી : અન્ય બે મિત્રોએ નદીના પટમાં સંતાડી

- Advertisement -

જામનગર શહેરમાં આવેલા ગેરેજમાંથી બેટરી ચોરીના બનાવોમાં પોલીસે ત્રણ શખ્સોની દબોચી લઇ ચોરાઉ બેટરી અને બે બાઈક સહિત 90 હજારના મુદ્દામાલ સાથે કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર નજીક રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ગેરેજમાંથી 20 જેટલી જુદી જુદી કંપનીઓની અજાણ્યા તસ્કરો ચોરી કરીની ફરિયાદના આધારે સિટી બી ડીવીઝન પોલીસે તપાસ આરંભી હતી. દરમિયાન પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, કલ્પેશ અઘારાને મળેલી બાતમીના આધારે પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી વરૂણ વસાવાની સૂચનાથી પીઆઈ એચ.પી. ઝાલા, પીએસઆઈ ડી.એસ.વાઢેર તથા પ્રદ્યુમનસિંહ જાડેજા તથા મુકેશસિંહ રાણા, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, પ્રદિપસિંહ રાણા, બળભદ્રસિંહ જાડેજા, કલ્પેશભાઈ અઘારા, વનરાજભાઈ ખવડ, વિપુલભાઈ ગઢવી સહિતના સ્ટાફે વોચ ગોઠવી વિકટોરિયા પુલ નીચે નદીના પટ્ટમાંથી રેઈડ દરમિયાન ઈલ્ફાન ઉર્ફે ઈરફાન યુસુફ ઓસમાણ શેખ, ઈનાયત નઝીર અબ્બાસ તાયાણી અને અસગર હુશેન ઓસમાણ સુધાગુનિયા નામના ત્રણ શખ્સોને રૂા.30,600 ની કિંમતની 20 નંગ ચોરાઉ બેટરી તેમજ 60 હજારની કિંમતના બે બાઈક મળી કુલ રૂા.90,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

પોલીસે ત્રણેય શખ્સોની પૂછપરછ હાથ ધરતા ઈલ્ફાન ઉર્ફે ઈરફાન નામનો શખ્સ જયસન ગેરેજમાં કામ કરતો હતો. તે દરમિયાન તેણે ગેરેજમાંથી 20 નંગ બેટરીઓની ચોરી કરી હતી અને આ ચોરાઉ બેટરી તેના મિત્રો ઈનાયત નઝીર અબ્બાસ તાયાણી અને અસગર હુશેન ઓસમાણ સુધાગુનિયા બન્નેએ બાઈક પર બેટરી લઇ નદીનાં પટમાં સંતાડી હતી જે પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular