જામજોધપુર નજીક આવેલા ખેતરની ઓરડીમાંથી તસ્કરો રૂા.1,23,200 ની કિંમતના 56 મણ તલના બાચકાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં તીરૂપતિ સોસાયટીમાં રહેતાં રાજેશભાઈ રતિભાઈ ભુવા નામના ખેડુત પ્રૌઢે તેના ખેતરની ઓરડીમાં બાચકાઓ તલ રાખ્યા હતાં. આ તલ ગુરૂવારે રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ઓરડીમાં પ્રવેશ કરી તેમાં રાખેલા રૂા.1,23,200 ની કિંમતના 28 બાચકાઓમાં ભરેલા 56 મણ તલ ચોરી કરી ગયા હતાં. 2200 રૂપિયાના મણ એવા 56 મણ તલની ચોરી થયાની જાણ ખેડૂત પ્રૌઢ દ્વારા કરવામાં આવી હતી. જેના આધારે હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.