Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં તસ્કરો બેખોફ, બે મકાનમાં ઘરફોડ ચોરી

જામનગર શહેરમાં તસ્કરો બેખોફ, બે મકાનમાં ઘરફોડ ચોરી

શ્રમિક પરિવાર માનતા ઉતારવા ગયો, પાછળથી તસ્કરો કળા કળી ગયા : એક લાખની માલમતાની ચોરી : કામદાર કોલોનીમાં વેપારીના મકાનમાંથી સામાનની ચોરી

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી તસ્કરો બેખોફ બની ગયા છે અને એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. શહેરમાં વધુ બે ચોરીની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. શહેરની દવા બજાર કોલોનીમાં માનતા ઉતારવા ગયેલા શ્રમિક પરિવારના દરવાજાના નકૂચા તોડી એક લાખની રોકડની ચોરી કરી ગયા હતાં. જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં આવેલા વેપારી પ્રૌઢના ઘરમાં દિવાલ તોડી કોપરનો ભંગાર સહિતનો સામાન તસ્કરો ચોરી કરી ગયા હતાં.

- Advertisement -

ચોરીના બનાવની ઘટના મુજબ પ્રથમ ઘટના જામનગર શહેરમાં બોમ્બે દવા બજાર કોલોની બુધવિહાર પાસે રહેતા અને મજૂરી કામ કરતા પરબતભાઈ અજાભાઈ ધુલિયા નામના પ્રૌઢ ગત તા. 18 ના રોજ તેમના પરિવાર સાથે માનતા ઉતારવા ગયા હતાં તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ શ્રમિક પ્રૌઢના ઘરના મુખ્ય દરવાજાના નકુચા તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટના તાળા તોડી તેમાં રહેલી રૂા.1 લાખની રોકડ રકમ અને રૂા.100 ની કિંમતના બે ખોટા પાટલા સહિત રૂા.1,00,100 ની કિંમતની માલમતા ચોરી કરી ગયાના બનાવ અંગેની પરબતભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ જે.એસ. ગોવાણી તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પર પહોંચી ગયો હતો. ગુનોશોધક શ્ર્વાન તથા એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના કામદાર કોલોની શેરી નં.8 ના છેેડે રહેતાં અનિલકુમાર નગરીયા નામના વેપારી પ્રૌઢના મકાનમાં આવેલા ભંગારના રૂમની દિવાલ અજાણ્યા તસ્કરોએ તોડીને તેમાં પ્રવેશ કરી રૂા.4000 ની કિંમતનું તાંબાનું ટોપીયું તથા કોપરનો ભંગાર 10 કિલ્લો તેમજ રૂા.1000 ની કિંમતની એક ઈલેકટ્રીક મોટર, રૂા.400 ની કિંમતનો ભંગાર તથા રૂા.1500ની કિંમતની એલ્યુમિનિયમની કળાઈ મળી કુલ રૂા.6900 ની કિંમતના સામાનની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એચ.બી. હિંગરોજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular