Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરવીજ ધાંધિયાથી ત્રસ્ત દરેડ જીઆઇડીસીના કારખાનેદારોનું ચકકાજામ

વીજ ધાંધિયાથી ત્રસ્ત દરેડ જીઆઇડીસીના કારખાનેદારોનું ચકકાજામ

- Advertisement -

વારંવારના વીજ ધાંધિયાથી ત્રાસી ગયેલાં જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારના કારખાનેદારોએ આજે હાઇવે પર ચકકાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કારખાનેદારોના આ વિરોધ પ્રદર્શનથી હાઇવે પર વાહનોની કતાર લાગી ગઇ હતી. જેને પગલે પોલીસ દોડી આવી હતી.

- Advertisement -

દરેડ જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર વીજળી ગાયબ થઇ જતી હોવાથી કારખાનેદારો ત્રાહિમામ પોકારી ગયા હતા. વારંવારના વીજ ધાંધિયાને કારણે તેમના ઉદ્યોગોને પણ ભારે નુકસાની સહન કરવી પડી રહી હોય કંટાળેલા કારખાનેદારો આજે સવારે રોડ પર આવી ગયા હતા. મોટી સંખ્યામાં એકત્ર થયેલાં કારખાનેદારો અને ત્યાં કામ કરતા કારીગરોએ જીઆઇડીસી પાસે લાલપુર બાયપાસથી ખંભાળિયા તરફ જતાં હાઇવે પર ચકકાજામ કર્યો હતો. રોડ પર કારખાનેદારો બેસી જતા માર્ગ પરનો વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ચકકાજામને પગલે પોલીસને કાફલો દોડી આવ્યો હતો અને કારખાનેદારોને માર્ગ પરથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular