Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : એસ્ટેટ શાખા દ્વારા જામનગરમાં ટ્રાફિકને અડચણરૂપ અને ફૂટપાથ પરના દબાણો...

Video : એસ્ટેટ શાખા દ્વારા જામનગરમાં ટ્રાફિકને અડચણરૂપ અને ફૂટપાથ પરના દબાણો હટાવાયા

- Advertisement -

 

- Advertisement -

જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં દુકાનધારકો તેમજ રેંકડીધારકો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. જેને લઇ અવાર-નવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે. શહેરનાં મહત્તમ વિસ્તારોમાં દુકાનધારકો દ્વારા ફુટપાથ ઉપર દુકાનનો માલ-સામાન રાખી દબાણ કરવામાં આવે છે. જેને લઇ શહેરીજનોને ફૂટપાથ ઉપર હાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે આજરોજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યા લોકોને સતાવી રહી છે. ટ્રાફિકની સાથે સાથે શહેરમાં દુકાનધારકો અને રેંકડીધારકો દ્વારા થયેલા દબાણો પણ વર્ષો જૂની સમસ્યા બની રહી છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અવાર-નવાર બર્ધનચોક, શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાંથી દબાણો હટાવે છે પરંતુ થોડા સમયમાં પરિસ્થિતિ ‘જૈસે થે’ જેવી થતી જોવા મળે છે. શહેરમાં દુકાનધારકો દ્વારા ફૂટપાથ ઉપર પોતાનો માલસામાન રાખી દબાણ કરવામાં આવે છે જેને કારણે લોકોને ફુટપાથ ઉપર ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટસિટીનો સર્વે કરવામાં આવી રહ્યો છે. જે માટે આજરોજ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં પણ આવા દબાણોનો મુદ્ો પત્રકારો દ્વારા કમિશનર અને મેયર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

જેને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજરોજ બેડી ગેઈટ નજીક ઈન્દ્રપ્રસ્થ રોડ પર ફૂટપાથ પરથી દુકાનધારકોએ કરેલા દબાણો હટાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ શાખા દ્વારા ફુટપાથ પરથી દુકાનધારકોએ દબાણ કરી રાખેલો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે એસ્ટેટ શાખાની આ કામગીરીની અસર કેટલો સમય જોવા મળે છે ? તે જોવું રહ્યું ? એસ્ટેટ શાખા આ અંગે કડક અમલવારી કરાવી શકે છે ? કે પછી દર વખતની જેમ ફરી પરિસ્થિતિ ‘જૈસે થે’ બની જાય છે..?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular