Sunday, September 8, 2024
Homeરાજ્યહાલારશિવરાજપુર ખાતે પારંપરિક મલ્લ કુસ્તી મેળો - VIDEO

શિવરાજપુર ખાતે પારંપરિક મલ્લ કુસ્તી મેળો – VIDEO

- Advertisement -

દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે જાકુપીર ડાડાની દરગાહે છેલ્લા 500 વર્ષથી યોજાતા પારંપરિક મલ્લ કુસ્તી મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. દર વર્ષે ભાદરવા મહિનાની પૂનમના અહીં આ રીતે મલ્લકુસ્તી મેળાનું આયોજન કરાય છે તે રીતે આ વર્ષે પણ ખૂબ સુંદર રીતે મલકુસ્તી મેળા નું આયોજન થયું. આ મેળામાં દશેક અને મલ્લ યોધ્ધા મુખ્યતવે ક્ષત્રિય વાઘેર સમાજ નાં હોય છે.

- Advertisement -

હજારોની સંખ્યામાં દર્શકો અને સેકડોની સંખ્યામાં મલ્લો એ આ મેળામાં ભાગ લીધો. ઓખા મંડળ અને બારાડી વિસ્તારના તંદુરસ્ત અને ખેલ દિલવાળા યુવાનો આ મેળાની રાહ જોઈને બેઠા હોય છે ત્યારે આજે ઘણા બધા મલ્લ કુસ્તી બાજો એ દર્શકોના દિલ જીતી લીધા હતા. આ મલ્લ કુસ્તી મેળામાં દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે, દ્વારકા પ્રાંત અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારી, દ્વારકા તાલુકા પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મલ્લ કુસ્તી મેળા ના અંતે વિજેતા ખેલાડીઓને જિલ્લા પોલીસવાળા ઉપરાંતના મહાનુભવાના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા. વર્ષોથી ચાલતા આવતા આ મેળાના આયોજનમાં સુચાર રૂપથી ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આવેલા તમામ મહેમાનો માટે ચા પાણી અને છાયામાં બેસવાની વ્યવસ્થાઓ કરાઈ હતી. મેળાના આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન અશોકભા માણેક અને યુવાનો એ કરેલું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular