Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આરબીઆઇની ટાઉનહોલ મિટિંગ યોજાઈ

જામનગરમાં આરબીઆઇની ટાઉનહોલ મિટિંગ યોજાઈ

બેન્કીંગ સમસ્યાઓ અને તેના ઉકેલ માટે જામનગર ચેમ્બર દ્વારા કરવામાં આવી રજૂઆત

- Advertisement -

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની અમદાવાદ સ્થિત રિજીયોનલ ઓફિસ દ્વારા જામનગરની હોટલ સૈયાજીમાં આજે સૂક્ષ્મ લઘુ તથા મધ્યમ ઉદ્યોગ સંબંધિત ટાઉનહોલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં બેંકના ઉચ્ચ અધિકારીઓ સાથે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, ચેમ્બરની ફાઈનાન્સ અને બેન્કીંગ કમિટિના વિપુલભાઈ કોટક, કૃણાલ શેઠ, શ્રેણિકભાઈ મહેતા, નવાનગર બેંકના સીઈઓ સેજપાલ, આસી. જનરલ મેનેજર અજય શેઠ, નવાનગર બેંકના ડીરેકટર હસમુખભાઈ હિંડોચા, કેતનભાઇ બદિયાણી, કપિલ સંઘવી સહિતના અગ્રણીઓએ જામનગરમાં સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને લગતી બેન્કીંગની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. બેન્કીંગ સંબંધિત સમસ્યાઓના ત્વરિત નિરાકરણ માટે રિઝર્વ બેંક દ્વારા જુદા જુદા શહેરોમાં ટાઉનહોલ મિટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જામનગર શહેરમાં આ બેઠક યોજવામાં આવી હતી.

- Advertisement -

આ બેઠકનો પ્રારંભ આરબીઆઈના ડેપ્યુટરી જનરલ મેનેજર અભિષેકકુમાર સિંહાએ કરાવ્યો હતો. જ્યારે એસ.બી.આઈ.ના ડેપ્યુટરી જનરલ મેનેજર રાજેશકુમાર, બીઓબીના જનરલ મેનેજર ધૃબાસિસ ભટ્ટાચાર્ય તેમજ સીડબીના ડેપ્યટી જનરલ મેનેજર શ્યામાનંદ યાદવ ઉપસ્થિત ઉદ્યોગકારો અને વ્યવસાયકારોને સંબોધન કર્યુ હતું. એમએસએમઈ વિભાગના આસી. ડાયરેકટર સંજય રામાવતએ કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ અંગે જાણકારી આપી હતી. બેઠક દરમિયાન જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ રમણિક અકબરી તથા ઉદ્યોગકારોએ આરબીઆઈ અને અન્ય બેંકના અધિકારીઓ સાથે બેન્કીંગ સમસ્યાઓ માટે ચર્ચા-વિચારણા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular