આ વર્ષે ઠંડીની ઋતુમાં તાપમાનનો પારો મોસમની સૌથી વધુ ઠંડીનો અહેસાસ કરાવી રહ્યો છે. ત્યારે પૃથ્વી પરના સ્વર્ગ એવા કાશ્મીરમાં ખૂબ મોટી સંખ્યામાં જુદા જુદા વિસ્તારમાંથી ટૂરિસ્ટો પહોંચી ગયા છે.
ખાસ કરીને આ ઋતુમાં વર્ષાન્તે બરફ વર્ષા તેમજ બરફ સાથેની મોજ માણવા ખંભાળિયા સહિત અનેક વિસ્તારોમાંથી શોખીનો અહીં આવ્યા છે. તાજેતરમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ વર્ષને વિદાય આપવા અહીંના યુવા અગ્રણી રાજુભાઈ ભરવાડે તેમના બાળકો, પરિવાર સાથે ગુલમર્ગ, સોનમર્ગ સાથે શ્રીનગરના સુવિખ્યાત લાલચોક સહિતના બર્ફીલા વિસ્તારોમાં માઇનસ ચાર ડિગ્રી સુધીના તાપમાનમાં યાદગાર મોજ માણી હતી.