Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રખડતા ઢોરે વધુ એક શહેરીજનનો ભોગ લીધો

જામનગરમાં રખડતા ઢોરે વધુ એક શહેરીજનનો ભોગ લીધો

એક માસ પૂર્વે અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃધ્ધનું મૃત્યુ: ઢોરને કારણે લોકોના ભોગ લેવાય છે ત્યારે સરકારે રખડતા ઢોર નિયંત્રણ બીલ મોકૂફ રાખ્યું !

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજ્યના રાજમાર્ગો પર અબોલ પશુઓનો અડીંગો હંમેશા જામેલો જ રહે છે અને અબોલ પશુઓના કારણે અવાર-નવાર અકસ્માતમાં લોકોના ભોગ લેવાતા હોય છે તેમ છતાં સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ગંભીર સમસ્યાના નિરાકરણ માટે કોઇ પગલાં લેવામાં આવતા નથી. જામનગરમાં જ એકમાસ પૂર્વે ખુટીયો એકટીવા સાથે અથડાતા અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે તેમના પત્નીને ઈજા પહોંચી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર સહિત રાજ્યના મોટા શહેરોના રાજમાર્ગો પર અબોલ પશુઓનો અડીંગો જમાવેલો રહે છે. જેના કારણે અનેક અકસ્માતોમાં લોકોનો ભોગ લેવાતો હોય છે. રાજ્યની આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે સરકાર કે તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી અને લોકોના ભોગ લેવાતા રહે છે. ત્યારે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ બિલ પાસ કરવાની તૈયારી હતી પરંતુ મુખ્યમંત્રીની માલધારીઓ સાથેની બેઠકમાં રખડતા ઢોર નિયંત્રણનું બિલ હાલ પૂરતુ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે એક માસ પૂર્વે જામનગર શહેરમાં ખુટીયો અથડાતા અકસ્માતમાં સારવાર દરમિયાન ઘવાયેલા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.

અકસ્માતની વધુ વિગતો મુજબ, જામનગર શહેરના ઓશવાળ કોલોની વિસ્તારમાં રહેતાં દામજીભાઇ બુસા (ઉ.વ.75) નામના વૃધ્ધ ગત્ તા.9 માર્ચના રોજ તેમના જીજે-10-સીએ-5848 નંબરના એકટીવા પર તેમના પત્ની સાથે વિશ્રામ હોટલ પાસેથી પસાર થતા હતાં ત્યારે એકાએક ખુટીયો ગાડીની વચ્ચે આવી જતા અથડાતા અકસ્માતમાં વૃદ્ધ દંપતીને ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જયાં વૃદ્ધ દામજીભાઈની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું તેમજ આ ઘટનામાં વૃદ્ધા હજી પણ સારવાર હેઠળ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular