Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયQuick Heal એન્ટી વાઇરસમાંથી આવી રહ્યો છે Torjan વાઇરસ ???

Quick Heal એન્ટી વાઇરસમાંથી આવી રહ્યો છે Torjan વાઇરસ ???

આજે સવારથી જામનગર સહીત સમગ્ર દેશભરમાં Quick Heal કંપનીના એન્ટી વાઇરસમાંથી Trojan.47249 વાઇરસ દેખાઈ રહ્યો છે, જેના કારણે એક્સેલ(excel) ફોર્મેટની ફાઈલો ગાયબ થવા અથવા તો ફ્રીઝ થવા લાગી છે. આ સમસ્યાના કારણે દેશભરના કોમ્પુટર વપરાશકારોમાં ડેટા ઉડીજવાનો ભય ફેલાઈ ગયો છે. આ વાઈરસના કારણે મોટી-મોટી કંપનીઓના ડીજીટલ હેડ ચિતામાં મુકાઇ ગયા છે કેમકે કોમ્પ્યુટર હાલના યુગનું સૌથી મોટું અને મહત્વનું બની ગયું છે.

- Advertisement -

આ સમસ્યા સર્જાતા Quick Heal કંપનીના કોઈ પણ અધિકારી દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ કંપનીના ડીલરો દ્વારા વપરાશકારોને આ ક્ષતિમાં થોડાજ સમયમાં નવું અપડેટ આવી જશે તેવું આશ્વાશન આપવામાં આવ્યું છે. તેમજ આ સમસ્યાના કારણે Twitter તેમજ સોશિયલ મીડિયામાં આ સમસ્યા બહુ ઝડપથી વાઇરલ અને ટ્રેન્ડ થઇ રહી છે અને લોકો તેમની સમસ્યા ત્યાં ઠાલવી રહ્યા છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular