Friday, December 5, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયવિશ્વમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતા ટોચના 10 દેશો જાણો...

વિશ્વમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતા ટોચના 10 દેશો જાણો…

શું તમે 2025 માં ઘઉંના સૌથી મોટા ઉત્પાદક 10 દેશો વિશે જાણો છો ? ઘઉં એ વિશ્વભરમાં વપરાતો એક આવશ્યક પાક છે કયા દેશો સૌથી વધુ ઘઉં ઉત્પાદક છે અને વૈશ્વિક ઉત્પાદનના આંકડા જાણીએ.

- Advertisement -

ઘઉં વિશ્વના સૌથી મહત્વપૂર્ણ મુખ્ય પાકોમાંનો એક છે અને ઘણાં દેશોમાં તેની ખેતી થાય છે. ચીન, ભારત અને રશિયા 2025 માં ઘઉંના ઉત્પાદનમાં આગળ રહેશે. ત્યારબાદ યુનાઈટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ અને કેનેડાનો ક્રમ આવશે ત્યારે ચાલો જાણીએ વિશ્વના 10 સૌથી મોટા ઘઉં ઉત્પાદક દેશો વિશે જાણીએ.

1. ચીન :
ચીન વિશ્વનો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ છે. જે 2025 માં આશરે 140.1 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન કરવાનો અંદાજ છે. હેનાન અને શેનડાંગ પ્રાંત અગ્રણી ઉત્પાદકો છે.

- Advertisement -

2. ભારત :
ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ છે. દેશમાં 2025 માં આશરે 110 થી 117.5 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ છે. જે મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં થાય છે.

3. રશિયા :
રશિયા વૈશ્વિક ઘઉંના ઉત્પાદનમાં ત્રીજા ક્રમે છે. જે વાર્ષિક આશરે 81.5 થી 85 મિલિયન ટનનું ઉત્પાદન કરે છે તે એશિયા, આફ્રિકા અને યુરોપમાં ઘઉંનો મુખ્ય નિકાસકાર છે.

- Advertisement -

4. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા :
યુનાઈટેડ સ્ટેટ્સ ઘઉંનો મુખ્ય ઉત્પાદક છે. જે 2025 માં આશરે 44.9 થી 53.7 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન કરશે એવો અંદાજ છે. કેન્સાસ અને ઉત્તર ડાકોટાને યુનાઈટેડ સ્ટેટ્સનો ઘઉંનો પટ્ટો માનવામાં આવે છે.

5. ફ્રાન્સ :
ફ્રાન્સ યુરોપમાં ઘઉંનો સૌથી મોટો ઉત્પાદન દેશ છે. જે વાર્ષિક આશરે 30 થી 34 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન કરે છે. જેનો મોટો હિસ્સો યુરોપ અને આફ્રિકાના દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

6. કેનેડા :
કેનેડા વિશ્વના ટોચના ઘઉં ઉત્પાદક દેશોમાંનો એક છે જ્યાં 2025 માં ઉત્પાદન આશરે 33 થી 35 મિલિયન ટન રહેવાનો અંદાજ વછે. મોટાભાગના ઘઉં પ્રેઈરી પ્રાંતોમાં ઉગાડવામાં આવે છે.

7. ઓસ્ટ્રેલિયા:
ઓસ્ટ્રેલિયા ઘઉંના અગ્રણી નિકાસકારોમાંનું એક છે દેશમાં 2025 સુધીમાં આશરે 25.5 થી 32 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ છે. અહીંનું શુષ્ક વાતાવરણ ઉચ્ચ ગુણવતાવાળા ઘઉંની ખેતી માટે અનુકુળ છે.

8. પાકિસ્તાન :
પાકિસ્તાન દર વર્ષે મોટા પ્રમાણમાં ઘઉંનું ઉત્પાદન કરે છે. 2025 સુધીમાં ઉત્પાદન 26 થી 31.6 મિલિયન ટન વચ્ચે રહેવાનો અંદાજ છે.

9. યુક્રેન :
યુક્રેન 2025માં ઘઉંના ઉત્પાદક દેશોમાં ટોચનું સ્થાન ધરાવે છે. પડકારો હોવા છતાં તે વાર્ષિક આશરે 20.7 થી 26.8 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન કરે છે અને વિશ્ર્વને એક મુખ્ય સપ્લાયર રહે છે.

10. જર્મની :
જર્મની યુરોપના સૌથી મોટા ઘઉં ઉત્પાદકોમાંનું એક છે. જે 2025 માં આશરે 22 થી 23 મિલિયન ટન ઉત્પાદનો અંદાજ ધરાવે છે તેના ફળરૂપ ઉતરીય અને પુર્વીય પ્રદેશોમાં તેની ખેતી સૌથી વધુ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular