રાજકોટ ડિવિઝનના બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે, 5 ફેબ્રુઆરી, 2023ના રોજ જામનગરથી ઉપડતી ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ ટ્રેન ને રીશેડ્યુલ કરવામાં આવી છે. આ ટ્રેન જામનગરથી 05.02.2023 ના રોજ તેના રેગ્યુલર સમય 20.00 કલાકના બદલે 1 કલાક મોડી એટલે કે 21.00 કલાકે ઉપડશે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.