પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી દેશના કરોડો લોકોને સંબોધન કરવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ મારફતે જણાવ્યું છે કે દેશના કરોડો અન્નદાતાઓ માટે કાલનો દિવસ અતિ મહત્વનો છે. સવારે 11 વાગ્યે વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો આઠમો હપ્તો ખેડૂતોના ખાતામાં જાહેર કરવામાં આવશે. આ અવસર પર ખેડૂત ભાઈઓ-બહેનો સાથે તેઓ સંવાદ પણ કરશે.
વડાપ્રધાન પીએમ કિસાન યોજના હેઠળ દેશના 9.5 કરોડ ખેડુતોના ખાતામાં 8મા હપ્તા તરીકે આવતીકાલે ખેડૂતોના ખાતામાં 19,000 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરશે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ કિસાન) યોજનાના 8 માં હપ્તા માટે દેશના 9.5 કરોડ ખેડુતોની રાહ જોઈ રહ્યા હતા જે આવતીકાલે સમાપ્ત થશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમારે ગુરુવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે પોતાની ટવીટમાં લખ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 મે, 2021 ના રોજ સવારે 11: 00 વાગ્યે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા દેશના 9.5 કરોડ ખેડુતોના ખાતાઓમાં 8મો મો હપ્તો આપશે.
ભારત સરકાર દ્વારા કિસાન સમ્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે જેમાં ભારતના કરોડો ગરીબ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં સીધી જ ટ્રાન્સફર કરવામાં આવે છે. ભારત સરકારની યોજના અનુસાર દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આર્થિક સહાય યોજના દ્વારા આપવામાં આવે છે ત્યારે આવતીકાલે આ જ યોજના હેઠળ પ્રધાનમંત્રી આવતીકાલે ફરી કરોડો ખેડૂતોને ભેંટ આપવાના છે.
આ યોજના અંતર્ગત, ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયાની રોકડ આપવામાં આવે છે. આ યોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી 24 ફેબ્રુઆરી, 2019 ના રોજ શરૂ કરી હતી.