Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરગુરૂગોવિંદ દોનો ખડે... કિસકો લાગુ પાય : આવતીકાલે ગુરૂપૂર્ણિમા

ગુરૂગોવિંદ દોનો ખડે… કિસકો લાગુ પાય : આવતીકાલે ગુરૂપૂર્ણિમા

આણદાબાવા આશ્રમ, પ્રણામી, ખિજડા મંદિર, સાઇબાબા મંદિર, હર્ષિદા ગરબા મંડળ વગેરે દ્વારા ગુરૂપૂર્ણિમાની રંગેચંગે ઉજવણી થશે : ગુરૂપૂજન, મહાપ્રસાદ, આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન

- Advertisement -

ગુરૂર બ્રહ્મા, ગુરૂર વિશ્ર્નુ, ગુરૂ દેવો મહેશ્ર્વરા. આવતીકાલે સદ્ગુરૂને સમર્પિત થવાનો શ્રેષ્ઠ અવરસ એટલે ગુરૂપૂર્ણિમા ગુરુપૂજન, ગુરૂ વંદન સાથે ગુરૂ પ્રત્યેના કૃત્જ્ઞ અભિવ્યક્ત કરવા શિષ્યગણમાં ઉત્સુકતા વ્યાપી છે. આવતીકાલે જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ગુરૂપુર્ણિમા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે.

- Advertisement -

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં આવતીકાલે ધામધૂમપૂર્વક ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગુરુજીના આર્શિવાદ પ્રાપ્ત કરવા ગુરુ મંદિરો અને આશ્રમોમાં શિષ્યગણ મોટી સંખ્યામાં ઉમટશે. ગુરુપૂર્ણિમા નિમિત્તે ધૂન, સત્સંગ, ગુરુપૂજન, ગુરુવંદના, સંતોના દર્શન, મહાપ્રસાદ સાથે ગુરુપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં આણદાબાવા સેવા સંસ્થામ પૂ. દેવપ્રસાદ મહારાજની નિશ્રામાં, ખિજડા મંદિરમાં પ્રણામી સંપ્રદાયના આચાર્ય પૂ. કૃષ્ણમણિ મહારાજની નિશ્રામાં ઉપરાંત મોટી હવેલી, કબિર આશ્રમ સહિતના વિવિધ સ્થળોએ ગુરુપૂર્ણિમા મહોત્સવનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આણદાબાવા સેવા સંસ્થા

આવતીકાલે ગુરૂપૂર્ણિમા નિમિત્તે આણદાબાવા સેવા સંસ્થા-જામનગર દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવની મહંત દેવપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત સવારે 8:30 વાગ્યે પ.પૂ. બાપુના હસ્તે ગુરૂપૂર્ણિમા પૂજન, સવારે 9:30 થી બપોરે 12:30 દરમિયાન સત્સંગ ભવન હોલમાં શુભેચ્છકો, સેવાભાવિ ભક્તો તથા અગ્રણીઓ દ્વારા પ.પૂ. બાપુનુ ગુરુપૂજન બપોરે 12:30 વાગ્યે મહાસિધ્ધ આણદાબાવાજી સમાધિએ તથા રામવાડી સમાધી મંદિરોએ ગુરુ ચરણ પાદુકા પૂજન, બપોરે 4:30 થી 6:30 વસંત પૂજા, બ્રાહ્મણ પૂજન સહિતના કાર્યક્રમો ઉપરાંત બપોરે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.

- Advertisement -

5-નવતનપુરીધામ ખિજડા મંદિર

5-નવતનપુરીધામ ખિજડા મંદિર-જામનગર દ્વારા આવતીકાલે ગુરૂપૂર્ણિમા નિમિત્તે દરવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના વર્તમાન ધર્માચાર્ય અનંત વિભૂષિત જગતગુરુ આચાર્ય કૃષ્ણમણિ મહારાજના સાનિધ્યમાં ઉજવવામાં આવશે. જેમાં સવારે 8:30 થી 12:30 દરમિયાન મંગલાચરણ, ગુરુવંદના, ગુરુપૂજન, સત્સંગ, આર્શિવચન તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા 5-નવનતપુરીધામ-ખિજડા મંદિર ટ્રસ્ટની યાદી જણાવે છે.

સાઇબાબા મંદિર ગાંધીનગર

શિરડી સાઇબાબા મંદિર ગાંધીનગર ખાતે ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. તા. 13ના રોજ ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી દરમિયાન સવારે 5 કલાકે સાઇબાબાને જલાભિષેક, સવારે 5:30 કલાકે પ્રાત: આરતી, સવારે 7 થી 11 વાગ્યા સુધી ગુરુપૂજન, 11 કલાકે ધ્વજારોહણ, બપોરે 11:45 કલાકે અન્નકોટ દર્શન, 12 કલાકે મહાઆરતી, 12:30 કલાકે મહાપ્રસાદ, સાંજે 5:30 કલાકે સત્યનારાયણ સમુહ કથા તથા રાત્રે 8 કલાકે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. ઉપરાંત રાત્રે 9 કલાકે શ્ર્વાસરોગનો કેમ્પ યોજવામાં આવશે. તમામ કાર્યક્રમોમાં શહેરની ધર્મપ્રેમી જનતાએ દર્શનનો લાભ લેવા ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.

હર્ષિદા ગરબા મંડળ

હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને હર્ષિદા ગરબા મંડળ જામનગરના સંયુક્ત ઉપક્રમે તા. 13ના રોજ ગુલાબનગર મુકામે રામ મંદિર પાસે વિભાપર મેઇન રોડ પર આવેલા કટારીયાવારા વાછરાદાદાના મઢે હર્ષિદા ગરબા મંડળ દ્વારા ગુરુપૂર્ણિમા પાવન મહોત્સવ ઉજવવાનું મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ શુભકાર્યની શરુઆત મંગલ પ્રભાતે 9 કલાકે ગુરુવંદનાથી કરવામાં આવશે. ત્યારબાદ આવેલા તમામ ભાવિકો, સેવકગણ તથા શિષ્યો તરફથી સવારે 10 કલાકે ગુરુપૂજન કરવામાં આવશે. મહોત્સવમાં આવતા તમામ ભાવિકો માટે બપોરે 12:30 કલાકે મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ત્યારબાદ બપોરે 3 કલાકે ગુરુદત્તાત્રેય ભગવાનની આરતી ઉતાર્યા બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લેવા તમામ ભાવિકો, સેવકગણ તેમજ શિષ્યોને હર્ષિદા ગરબા મંડળ પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે. તેમ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ જોષીની યાદી જણાવે છે.

આર્ટ ઓફ લિવિંગ પરિવાર

આવતીકાલે ગુરૂપૂર્ણિમા નિમિત્તે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આવતીકાલે સવારે 6 થી 8:30 આટર્ર્ ઓફ લિવિંગના સાધકો માટે સાધના તથા ગુરુપૂજા, સાંજે 7 વાગ્યે જાહેર ધર્મપ્રેમી જનતા માટે ગુરુપૂજન અને મહાસત્સંગનું તન્ના હોલ, એમ.પી. શાહ કોમર્સ કોલેજ, સાતરસ્તા, જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે કો-ઓર્ડિનેટર ધિરેનભાઇ કારીયા મો. 94277 39183નો સંપર્ક કરવા યાદી જણાવે છે.

અરવિંદ સોસાયટી

તા. 13ના રોજ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે અરવિંદ સોસાયટી-જામનગર શાખા દ્વારા શરુ સેકશન રોડ, જીએમબી બિલ્ડીંગ પાસે, સાવિત્રી ભુવનમાં સવારે 10થી 10:30 સમાધિ સમિપ સમુહધ્યાન અને સાંજે 7 થી 8 વાગ્યા સુધી ધ્યાન તથા ભક્તિસંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં સર્વે મેમ્બર્સ ઉપરાંત જામનગરના આધ્યાત્મપ્રેમી ભાઇઓ-બહેનોને પધારવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular