અત્યારના સમયમાં જે રીતે આજની પેઢી ડીજીટલ થઈ રહી છે તેમ મોબાઇલનો વપરાશ પણ વધી રહ્યો છે અને યુવાનોમાં રીલ્સ બનાવવાની ઘેલછા પણ વધતી રહી છે. યુવાધન ને સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે રીલ્સ બનાવવાનું ઘેલું લાગ્યું છે આમ કયારેક તેઓ રીલ્સના રવાડે ચડીને મોતને નોતરી લેતા હોય છે. અને પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે.
આવી જ એક ઘટના સુરતમાં સામે આવી હતી. જેમાં સચીન નામનો યુવક રેલવે સ્ટેશન ટ્રેક પર વીડિયો બનાવવા જતા ટ્રેનની હડફેટે ચડી ગયો અને મોતને ભેટયો હતો.
સુરતના રેલવે સ્ટેશન પાસે ટ્રેક પર વીડિયો બનાવવાની ઘેલછામાં મશગુલ સચીનને ભાન જ ન રહ્યું કે, ટ્રેન આવી રહી છે અને ટ્રેને તેને હડફેેટે લઈ લીધો અને તે મોતને ભેટયો યુવકના મોતને લઇને પરિવાર શોમાં ગરકાવ થઈ ગયો હતો. તપાસ કરતા યુવક મુળ નેપાળ ચિતાવનથી સુરત રોજગારી માટે આવ્યો હોવાનું સામે આવ્યું. 19 વર્ષના આ યુવકના મોતની પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ યુવાનની મોત એ આજના યુવાધન માટે લાલબતી સમાન ઘટના છે. સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવીને છવાઈ જવાની તેમની ઘેલછાનું પરિણામ આવું પણ આવી શકે છે. જેથી ચેતી જાવ અને જીવના જોખમો લઇને રીલ્સ ના બનાવતા સાવચેતી વર્તવી જોઇએ. પોતાને સેેફથી પ્રથમ રાખવી જોઇએ.