Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં જન્મેલા અને વિશ્વભરમાં ડંકો વગાડનાર ઓલરાઉન્ડર “વિનુ માંકડ”ની આજે પુણ્યતિથી

જામનગરમાં જન્મેલા અને વિશ્વભરમાં ડંકો વગાડનાર ઓલરાઉન્ડર “વિનુ માંકડ”ની આજે પુણ્યતિથી

તાજેતરમાં જ ICCના હોલ ઓફ ફેમ લીસ્ટમાં સ્થાન મેળવનાર સાતમાં ભારતીય : પદ્મભૂષણથી સન્માનિત વિનુ માંકડ વિષે આ બાબતો જાણવા જેવી

- Advertisement -

વિશ્વના પ્રસિદ્ધ ક્રિકેટરોની યાદી જોઈએ, તો એમાં ટોપ ટેનમાં સદા યાદ રહી જનાર વિનુ માંકડનું નામ આજે પણ જીવંત છે. આજે એટલે કે 21ઓગસ્ટના રોજ તેમની પુણ્યતિથી છે. એમનું પુરું નામ મૂળવંતરાય હિંમતલાલ માંકડ હતું. સ્લો લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલર અને રાઈટહેન્ડેડ ઓપનીંગ બેટ્સમેન તરીકે ઓલરાઉન્ડર વિનુ માંકડ 44 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમ્યા છે. જેમાં 31.47ની એવરેજ સાથે તેમણે 2109 રન કર્યા છે. વિનુ માંકડને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

- Advertisement -

ક્રિકેટ ક્ષેત્રે વિશ્વભરમાં જામનગરનો દબદબો રહ્યો છે. જામનગરે દેશને મહાન ક્રિકેટરો આપ્યા છે. અને વિનુ માંકડનું નામ તેમાં અગ્રેસર છે. જામનગરની ગલીઓમે ક્રિકેટ રમીને તેઓની આંતરરાષ્ટ્રીય મેચ સુધીની સફર રોચક રહી છે. તેમના બન્ને પુત્ર અશોક અને રાહુલનો પણ ક્રિકેટમાં ફાળો છે. અને અશોક તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ક્રીકેટ રમી ચુક્યા છે.

પંકજ રોય સાથે ઓપનિંગ માં જ્યારે તેઓ મેદાન માં ઉતરેલા ત્યારે વિનુ માંકડે 413 રન બનાવીને રેકોર્ડ સર્જ્યો હતો. જે રેકોર્ડ 52 વર્ષ સુધી કોઈ તોડી નહોતું શક્યું. ૧૯૪૭માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન બીજી ટેસ્ટ મેચમાં જ્યારે બોલિંગ કરતી વખતે તેઓ ક્રિઝ છોડી દેતા ત્યારે બિલ બ્રાઉને એમને ચેતવેલા, છતાં પણ તેમણે એની પરવા ન કરી અને પોતે જેમ બોલિંગ કરતાં હતાં, તેમ કરતા રહ્યા અને બિલ બ્રાઉનને રન આઉટ કર્યો હતો. તેમના આ ખેલ ને બ્રેડમેને પણ નિયમ મુજબ બતાવેલો, પણ તે સમયે મીડિયાએ “આઉટ બાય માકડિંગ ” જેવા શબ્દો નો પ્રયોગ કરેલો. એક ક્રિકેટર તરીકે તેમની ખાસિયત હતી કે તેઓ ૧ થી ૧૧ સુધીના કોઈપણ ક્રમમાં રમી શકતા હતા.

- Advertisement -

ICC દ્વારા 13જુન 2021ના રોજ તેના હોલ ઓફ ફેમ લીસ્ટમાં વિનુ માંકડને સ્થાના આપવામાં આવ્યું છે. આ યાદીમાં જે મહાન ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, તે બધાએ ક્રિકેટની રમતને આગળ વધારવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. આજે તે બધાને હોલ ઓફ ફેમની આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આ સાથે આ યાદીમાં અત્યાર સુધીમાં કુલ 103 ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.જે પૈકી ભારતના કુલ 7 ખેલાડીઓ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular