Wednesday, December 25, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઆજે વિશ્વ પૃથ્વી દિવસ: હે ધરતી માતા, માફ કરી દે તારા સંતાનોને

આજે વિશ્વ પૃથ્વી દિવસ: હે ધરતી માતા, માફ કરી દે તારા સંતાનોને

- Advertisement -

બંધુ જાણતા હોવા છતાં આંખો બંધ કરીને કુદરતી સંશાધનોનું આડેધડ દોહન કરના પૃથ્વી પરનો મનુષ્ય આજે તેના અતિ ભયંકર પરિણામો ભોગવી રહ્યો છે. પૃથ્વી દિવસની ઉજવણીને માત્ર ઔપચારિક બનાવી દેનાર માનવી આજે પ્રકૃત્તિના ખોફનો ભોગ બની રહ્યો હોય તેવું પ્રતિત થઇ રહયું છે. જે પૃથ્વી હજારો વર્ષોથી આપણને લાખો-અબજો ટન પ્રાણવાયું (ઓક્સિજન) કોઇ પણ કિંમત લીધા વગર આપી રહી છે તે પૃથ્વીનું ઋણ ચૂકવવાને બદલે મનુષ્ય પ્રાણવાયુંના જનક એવા વૃક્ષોનો જ પોતાના સ્વાર્થ માટે સોંથ વાળવા લાગતા આજે એજ મનુષ્ય પ્રાણવાયુ માટે ફાંફા મારતો જોવા મળી રહ્યો છે. મફતમાં મળતી વસ્તુની કોઇ કિંમત ન હોય તેમ આજે બે-પાંચ કિલો ઓકિસજન માટે કોઇપણ કિંમત ચૂકવવા તૈયાર થઇ રહ્યો છે. કુદરતી સંશાધનોના સ્વાર્થી દોહનની માત્રા એટલી હદે વધી ગઇ કે, મનુષ્યને તેનું ભાન કરાવવા જ કોરોના રૂપી દૈત્યને છૂટો મૂકયાનો અહેસાસ થઇ રહયો છે. આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. બધા ચિંતિત છે પણ સજાગ થવાનું કોઇ નામ લેતા નથી. પૃથ્વી એટલે કે, આપણી ધરતી એ ધરતી જેને આપણે માતા કહીએ છીએ ત્યારે આજના દિવસે આ ધરતી માતાને પ્રાર્થના છે કે, હે, માતા છોરૂ, કછોરૂ, થાય પણ માવતર કમાવતર ન થાય’ તે ન્યાયે આ ના સમજ માનવીને પોતાનું સંતાન સમજીને માફ કરી દે, આટલો સબક ધણો છે. કદાચ માનવી સમજી ગયો હશે પૃથ્વી પર છૂટા મુકેલા કોરોનાના દૈત્યને પાછો બોલાવી લે. એક વધુ તક આપો.. છતાં પણ જો ન સમજે તો તારી પાસે અન્ય ઘણાં વિકલ્પો તો છે જ ! વંદન છે આપણી આ પૃથ્વીને….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular