Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયઆજે વિજય દિવસ...

આજે વિજય દિવસ…

- Advertisement -

1971માં પાકિસ્તાન સામેના યુધ્ધમાં પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાની સેના ભારતીય સેના સામે ઘૂંટણીયે પડી ગઇ હતી. આજના દિવસે પાકિસ્તાની સેનાના હજારો સૈનિકોએ હથિયાર હેઠા મૂકી આત્મસમર્પણ કર્યુ હતું. પાકિસ્તાન સામેના આ ભવ્ય વિજયની યાદમાં આજે વિજય દિવસ મનાવવામાં આવે છે. વિજય દિવસ નિમિત્તે દિલ્હી સ્થિત વોર મેમોરિયલમાં રક્ષામંત્રી રાજનાથસિંહે સેનાના શુરવીર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ વોર મેમોરિયલ પહોંચીને જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી.

- Advertisement -

16 ડિસેમ્બરે 1971ના રોજ ભારતીય સૈન્યના અપ્રતિમ સૌર્યને કારણે આ દિવસ ઇતિહાસના પાનાઓમાં આલેખાયો છે.જયારે પાકિસ્તાનના બે ફાડિયા થઇ ગયા હતા. આ સાથે જ નવા દેશ બાંગ્લાદેશનો જન્મ થયો હતો. ભારતીય સેનાના આ પરાક્રમ સાથે જ તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના નામની આગળ ‘આર્યનલેડી’નું બિરૂદ લાગી ગયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular