Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરનું ગૌરવ વિનુ માંકડની આજે જન્મજયંતિ

જામનગરનું ગૌરવ વિનુ માંકડની આજે જન્મજયંતિ

- Advertisement -

વિશ્ર્વના ઇતિહાસમાં ક્રિકેટમાં જામનગરનું નામ અગ્રેસર રહ્યું છે. ત્યારે આજે વિશ્ર્વપ્રસિધ્ધ જામનગરના સપુત, ઓલ રાઉન્ડર ક્રિકેટર વિનુ માંકડનો આજે જન્મ દિવસ છે. તા. 12 એપ્રિલ 1917માં નાગર કુટુંબમાં જન્મેલા મુળવંતરાય હિંમતલાલ માંકડ નામ હતું. જે વિનુ માંકડ તરીકે પ્રસિધ્ધ ક્રિકેટ ઇતિહાસમાં થયા હતાં. 1973માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતાં. જામનગરમાં ક્રિકેટ બંગલા ગ્રાઉન્ડ પાસે સર્કલમાં વિનુ માંકડનું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે. જે હાલમાં જ અવસાન પામેલ સલિમ દુરાનીના પ્રયાસથી શક્ય બન્યું હતું. ભારતના તમામ રાજ્યમાં રણજી ટ્રોફી રમી ચૂકયા હતાં. મુંબઇના એક માર્ગનું નામ વિનુ માંકડના નામે છે. બેટસમેનને રન આઉટ કરવાની પધ્ધતિ ‘માંકડિંગ’ અચૂક યાદ આવે. વિશ્ર્વપ્રસિધ્ધ ક્રિકેટર ડોન બ્રેડમેન પણ વિનુ માંકડને નવાજ્યા હતાં. આ ઉપરાંત ક્રિકેટ ઇતિહાસમાં અનેક વર્લ્ડ રેકોર્ડ તેમના નામે પ્રસિધ્ધ છે. 12મી એપ્રિલ, 1917એ જામનગરના નાગર કુટુંબમાં જન્મેલા મૂળવંતરાય હિંમતલાલ માંકડ પશ્ર્ચિમ ભારતની લગભગ તમામ રાજયોની રણજી ટ્રોફી ટીમો તરફથી રણજી ટ્રોફી રમી ચૂકેલા ભારતીય ક્રિકેટ ટીમના 1950ના દાયકાના પ્રસિધ્ધ ઓલરાઉન્ડર હતા. 1946 થી 1959 સુધી તેઓ ટીમ ઈન્ડિયાના નિર્ણાયક ખેલાડી રહ્યા હતાં. જામનગરે ક્રિકેટ જગતને પ્રસિધ્ધ ક્રિકેટરો આપ્યા છે. જેમાંના એક વિનુ માંકડનું નામ લેવામાં આવે ત્યારે ક્રિકેટ રસિકોને રન આઉટ કરવાની પ્રખ્યાત પધ્ધતિ ‘માંકડિંગ’ અચૂક યાદ આવી જાય. 1947-48ના ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન બીજી ટેસ્ટમાં જ્યારે વિનુભાઈએ બોલ ફેકતાં પહેલાં ક્રીઝ છોડી દેતા બિલ બ્રાઉનને એકવાર ચેતવ્યા છતાં તેમણે એ હરકત ચાલુ રાખી. ત્યારે વિનુભાઈએ ક્રીઝ છોડી દેનારા બિલ બ્રાઉનને રન આઉટ કર્યો હતો. નિયમ મુજબ એ યોગ્ય જ હતું એમ ખુદ બ્રેડમેનએ કહ્યું હતું. છતાં મીડિયા એ આ રીતને ‘આઉટ બાય માકડિંગ’ તરીકે વર્ણવ્યું અને લગભગ 70 વર્ષ સુધી ચર્ચા વિવાદનો વિષય રહ્યું હતું. ઓપનિંગમાં પંકજ રોય સાથે 413 રનનો તેમનો રેકોર્ડ 52 વર્ષ સુધી અતૂટ રહ્યો હતો. ભારતીય ક્રિકેટર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 231 રનનો સ્કોર રેકોર્ડ 1983માં સુનીલ ગાવસ્કરે તોડ્યો હતો. ત્યાં સુધી મહત્તમ રનનો રેકોર્ડ વિનુ માંકડના નામે હતો. એક જ ટેસ્ટમાં 5 વિકેટ લેનાર અને સદી ફટકારનાર તે પ્રથમ ભારતીય ક્રિકેટર હતા. ભારત સરકારે તેમને 1973માં પદ્મ ભૂષણથી નવાજ્યા હતા અને મુંબઇના એક માર્ગનું નામ પણ તેમના નામ પર રાખવામાં આવ્યું છે. 21 ઓગસ્ટ, 1978ના રોજઅવસાન પામનાર જામનગરના આ સપૂતના જન્મદિવસે સ્મરણાંજલિ આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular