Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સઆજે ભારત-ઓસ્ટ્રેલિયા T-20

આજે ભારત-ઓસ્ટ્રેલિયા T-20

- Advertisement -

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વિશાખાપટ્ટનમમાં 5 મેચોની ટી-20 સિરીઝની પ્રથમ મેચ રમાનાર છે. આ મેચની શરૂઆત સાંજે 7 વાગ્યે થશે. આ સિરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવના હાથોમાં હશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ મેથ્યુ વેડ કરશે. આ સિરીઝ માટે ભારતીય ટીમમાં મોટાભાગના યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. સિરીઝની અંતિમ 2 મેચમાં ભારતીય ટીમમાં શ્રેયસ અય્યરને સામેલ કરવામાં આવશે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 26 ટી-20 મેચ રમાઈ છે. જેમાં ભારતે 15 અને ઓસ્ટ્રેલિયાએ 10 મેચ જીતી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી ટી-20 મેચ સપ્ટેમ્બર 2022માં રમાઈ હતી. આ 3 મેચોની સિરીઝમાં ભારતે 2-1થી જીત મેળવી હતી. છેલ્લી મેચ હૈદરાબાદમાં યોજાઈ હતી. જેમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 186 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 4 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટી-20 મેચ વિશાખાપટ્ટનમના રાજશેખર રેડ્ડી અઈઅ-ટઉઈઅ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર છે. આ સ્ટેડિયમની પિચ સંતુલિત છે. આ પિચ પર બેટ્સમેન અને બોલરો બંનેને મદદ મળે છે. આ સાથે પેસર અને સ્પિનર્સ બંને માટે આ પિચ અનુકુળ છે. જો કે અહીં ટાર્ગેટનો પીછો કરવો વધુ સારું છે. વિશાખાપટ્ટનમની પિચ પર બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમે 67 ટકા મેચો જીતી છે.

- Advertisement -

ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની ટીમમાં કુલ 6 ખેલાડીઓ એવા છે જેઓ વર્લ્ડ કપ 2023ની વિજેતા ટીમનો ભાગ હતા. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાને સિનિયર ખેલાડીઓનો લાભ મળી શકે છે. તેથી ભારતીય ટીમ માટે આ મેચ જીતવી આસાન નહીં હોય. ઓસ્ટ્રેલિયા આ મેચમાં ફેવરિટ બની શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular