જિલ્લા કક્ષાએ દિશા અંગેની જામનગર જિલ્લાની આગામી બેઠક તા. 4-3-22ના રોજ કલેકટર કચેરી, જામનગર ખાતે તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની દિશા બેઠક તા. 5-3-22ના રોજ કલેકટર કચેરી, ખંભાળિયા ખાતે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળનાર છે. આ બેઠકમાં કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તથા રેલવે, પોસ્ટ, બીએસએનએલ અને નેશનલ હાઇ-વે ઓથોરીટી વિગેરે લગત કોઇ પ્રશ્નો રજૂઆત હોય તેવા પ્રશ્નો પદાધિકારી-કાર્યકર્તા, લોકોએ બેઠક અગાઉ તા. 28-2-22 સુધીમાં સાંસદ પૂનમબેન માડમના જામનગર ખાતેના કાર્યાલય નેઓ સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સિનેમા રોડ, જામનગર પર પહોંચે તે રીતે લેખિતરૂપે રૂબરૂ કે પોસ્ટ અથવા [email protected] ઇ-મેઇલ ઉપર મોકલી આપવા જામનગર સાંસદ પૂનમબેન માડમના કાર્યાલયની અખબારી યાદીમાં જણાવ્યું છે.