કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે WHOની તરફથી અનેક ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જેનાથી લોકો યોગ્ય જાણકારી મેળવી શકે અને અફવાથી બચી શકે. દુનિયાના અનેક ડોક્ટર અને રિસર્ચ સંસ્થા પણ કોરોનાના અનેક મુદ્દા પર રિસર્ચ કરી રહી છે.
ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધન પરિષદ અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જોર જોરથી હસવાથી પણ કોરોનાનું સંક્રમણ અન્ય વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી શકે છે.
ડોક્ટર્સની ટીમ દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ જોર જોરથી હસે છે તો ત્યારે તેના મોઢામાંછી ક્યારેક ડ્રોપલેટ્સ નીકળે છે જે ખાંસી ખાવાથી અને છીંક ખાવાથી નીકળતા ડ્રોપલેટ્સના જેવા હોય છે. ડોક્ટર્સનું કહેવું છે કે જો તમે લોકોની નજીક છો તો તમારે જોર જોરથી હસતી સમયે સાવધાની રાખવાની જરૂર છે. કેમકે એવા લોકો કોરોના સંક્રમિત છે તો હવામાં ફેલાતા ડ્રોપલેટ્સમાં કોરોના વાયરસ રહે છે અને તે શ્વાસથી શરીરમાં પ્રવેશ કરે છે.
સૌથી જરૂરી છે કે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરો અને અન્ય લોકો સાથે 1 મીટરનું અંતર રાખો. કોશિશ કરો કે ઘરની બહાર ન નીકળો અને જરૂર પડે તો બહાર નીકળતી સમયે કોઈ જગ્યાને અડો નહીં. ખાસી અને છીંકની સાથે હવે જોર જોરથી હસવાને લઈને પણ લોકોએ દૂરી રાખવાની રહેશે. ડોક્ટરની સાથે સાથે સરકારની તરફથી પણ આપવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવું અને સાથે તમે વાયરસના સંક્રમણથી દૂર રહો તે જરૂરી છે.