Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમધર્સ ડે ની ઉજવણી માટે ઉત્થાન, અદાણી ફાઉન્ડેશન દ્વારા 10 હજાર વિદ્યાર્થીઓને...

મધર્સ ડે ની ઉજવણી માટે ઉત્થાન, અદાણી ફાઉન્ડેશન દ્વારા 10 હજાર વિદ્યાર્થીઓને હસ્તલિખિત પત્રો માતા ને લખવા માટે પ્રેરણા આપી

- Advertisement -

માં વિશે તો જેટલું લખીએ એટલું ઓછું છે. પેલી કેહવત તો સાંભળી જ હશે કે, માં તે માં બીજા બધા વગડાના વા. આ કેહવત નો મતલબ એજ કે, માં નો પ્રેમ સૌથી અમૂલ્ય છે જેની તુલના કોઈ સાથે ના થઇ શકે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે વિશ્વ માતૃ દિવસ એટલે કે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. મધર્સ ડે આપણા જીવનમાં માતાઓનું સન્માન અને કદર કરવાનો દિવસ છે તેથી મધર્સ ડે ઉજવવો ખુબ મહત્વપૂર્ણ છે. માતાઓ આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અને તેઓ જે કાંઈ કરે છે તેના માટે તેઓ સન્માનને પાત્ર છે. તેઓ આપણને સુખ દુ:ખમાં પ્રેમ અને હર હંમેશ ટેકો આપે છે. માતા એ આપણા પ્રથમ શિક્ષક, મિત્ર અને સૌથી વધુ પ્રેમ કરનાર વ્યક્તિ છે. વિદ્યાર્થીઓને જીવનમાં માતાના મહત્વ વિશે શીખવવું અને જાગૃત કરવું અગત્યનું છે. કારણ કે તે તેમને તેમની પોતાની માતાઓની વધુ પ્રશંસા કરવામાં મદદ કરી શકે છે. માતાઓ તેમના બાળકો માટે જે બલિદાન આપે છે તે સમજવામાં પણ ખુબ મદદ કરી શકે છે. જ્યારે વિદ્યાર્થીઓ માતાના મહત્વ વિશે શીખે છે, ત્યારે તેઓ તેમની પોતાની માતાઓ પ્રત્યે દયાળુ, આદરણીય અને આભારની લાગણી વધે છે.

- Advertisement -

અદાણી ફાઉન્ડેશન દ્વારા ચાલતા પ્રોજેક્ટ અંતર્ગત દરેક બાળકને પોતે માતાને પત્ર લખે તે માટે ઉત્થાન સહાયક દ્વારા પ્રેરિત કરવામાં આવ્યા હતા. બાળકો સૌથી વધુ નજીક તેમની માતાઓ સાથે હોય છે. બાળક અને માતાનો સંબંધ કોઈ પ્રસ્તાવના કે વિશેષણનો મોહતાજ નથી. એક શિક્ષક તરીકે બાળકને વધુ સરસ રીતે સમજવા માટે માતા સાથે જોડાવું એ પ્રાથમિકતા છે. તેથી જ ઉત્થાન સહાયકો સતત પ્રયાસ કરે છે કે માતાઓ સાથે જોડાયેલા રહી બાળકોના વિકાસ માટેના કાર્ય કરે. જેમાં 69 પ્રાથમિક શાળાઓ અને 7 માધ્યમિક શાળામા શાળા પરિવાર ગ્રામજનો અને માતાઓનો પણ ખુબ સરસ પ્રતિભાવ મળી રહ્યો હતો. ત્યારે ઉત્થાન પરિવાર દ્વારા બાળકો સાથે માતાઓ માટે પણ કંઈક નવીનતા લાવતું રહે છે જેમ કે મધર્સ મીટમાં અવનવી પ્રવૃત્તિઓ, રમતો, સ્પર્ધાઓ જેથી તેઓને રોજિંદા જીવનમાં કંઈક નવીનતા મળી રહે. એવી જ એક પ્રવૃત્તિ હાલ બાળકોની સહાયતાથી માતાઓને સ્પેશિયલ ફિલ કરાવવા માટે મધર્સ ડે ના આગોતરા આયોજન કરવામાં આવ્યું હતું

ઉત્થાન દ્વારા મુન્દ્રા અને માંડવી તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓને તેમની માતાઓને હસ્તલિખિત પત્રો લખવા માટે પ્રેરણા આપીને મધર્સ ડેની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમ સમર કેમ્પ દરમિયાન વિવિધ શાળાઓ ખાતે યોજાયો હતો. અને તેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. છેલ્લા ત્રણ વર્ષથી જે. કે. પેપર સાથે રહીને આ આયોજન કરવામાં આવે છે. આ પ્રવૃતિનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને હસ્તલિખિત પત્રો દ્વારા તેમની માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરવાનો હતો. જેમાં “ઉં. ઊં. પેપર્સ” દ્વારા કીટ વિતરણ કરાયું હતું. જેઓ એ ગત 2 વર્ષેથી ઉત્થાન સાથે જોડાઈને આ કાર્ય કરે છે. આ કીટના ઉપયોગથી પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી 69 પ્રાથમિક શાળા અને 7 માધ્યમિક શાળાના આશરે 10,000 જેટલા બાળકો એ માતાને પત્ર લખવાના કાર્યમાં હોશભેર ભાગ લીધો હતો.જેમાં પત્ર લખતા બાળકોની માતા પ્રત્યેની છલકાતી લાગણી અને પત્ર વાંચતી વખતે માતાઓની અમી ભરેલી આંખો અને લાગણી ભીના આભારના સાક્ષી ઉથાન સહાયકો બન્યા હતા. જે એક આજીવન શ્રેષ્ઠ અનુભવ બની રહ્યો હતો તેમ જ આવી જ પ્રવૃત્તિઓ સતત થતી રહે તેવી શિક્ષકો અને ગ્રામજનોની અપેક્ષા હતી. ‘અમે વિદ્યાર્થીઓ માટે તેમની માતાઓને તેઓ કેટલો પ્રેમ કરે છે અને તેમની પ્રશંસા કરે છે તે બતાવવાની તક ઉભી કરવા માગતા હતા,’ તેવું શાળા માં કાર્ય કરતા ઉત્થાન સહાયકો એ જણાવ્યું હતું. “હસ્તલેખિત પત્રો એ વ્યક્તિની લાગણીઓને વ્યક્ત કરવાની વ્યક્તિગત અને અર્થપૂર્ણ રીત છે, અને અમે આશા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ આજે તેમની માતાઓને પત્ર લખવા માટે સમય કાઢ્યો છે તે માતા અને પુત્ર ના સબંધ સુધરશે. અને ઉત્થાન દ્વારા જે સહયોગ મળ્યો છે તે સતત મળતો રહેશે” તેવું જે.કે.પેપરમાં કામ કરતા શિવાની એ જણાવ્યું હતું.

- Advertisement -

ઉત્થાન ન માત્ર એક દિવસ પરંતુ સંપૂર્ણ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને જીવનમાં માતાના મહત્વ વિશે શીખવવા અને જાગૃત કરવાની પ્રયત્નશીલ રહે છે. ઉત્થાન દ્વારા દર મહિને મધર્સ મિટનું આયોજન, બાળકો સાથે પોતાની માતાઓ વિશે વાત કરવી અને તેમની પ્રશંસા કરવી, માતાઓ સાથે બાળક પુસ્તકો વાંચે, માતાઓ ઓનલાઇન જોડાય અને જખઈ માં વધુ સક્રિય થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે.વિદ્યાર્થીઓને જીવનમાં માતાના મહત્વ વિશે શીખવીને અને જાગૃત કરીને, તેમને તેમની પોતાની માતાઓની વધુ કદર કરવામાં અને પોતે વધુ સારા લોકો બનવામાં મદદ કરવાનો પ્રયાસ ઉત્થાન દ્વારા કરવામાં આવે છે. આ કાર્યક્રમ ખુબ સફળ રહ્યો, અને ઘણા વિદ્યાર્થીઓ તેમના પત્રો દ્વારા તેમની માતાઓ પ્રત્યેનો આભાર વ્યક્ત કરી શક્યા. કેટલાક વિદ્યાર્થીઓએ તેમની માતાઓ વિશે તેમને સૌથી વધુ ગમતી વસ્તુઓ વિશે લખ્યું, જ્યારે અન્યોએ તેમની માતાઓએ તેમના માટે કરેલા બલિદાન વિશે લખ્યું. એક વિદ્યાર્થીએ કહ્યું, મારી મમ્મી મારા માટે કેટલી મહત્વની છે તે મેં લખ્યું હતું. આ રીતે મેં ક્યારેય પત્ર લખ્યો હતો લખ્યો હતો. બીજા વિદ્યાર્થી કહ્યું કે મારી માતા હંમેશા મારા માટે ત્યાં છે, ભલે ગમે તે હોય. હું તેના માટે ખૂબ જ આભારી છું. એક વિદ્યાર્થીને એ કહ્યું કે મારી મમ્મીએ મને હંમેશા કેવી રીતે ટેકો આપ્યો છે અને નવું નવું શીખવાડે છે તે વિશે મેં પત્રમાં લખ્યું હતું. આ પ્રસંગ માતાઓના મહત્વ અને તેમના બાળકો માટેના પ્રેમની યાદ અપાવે છે. જેઓ અમને પ્રેમ કરે છે અને ટેકો આપે છે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના મહત્વની યાદ અપાવે છે.

અદાણી ફાઉન્ડેશનનો ઉત્થાન પ્રોજેક્ટ માને છે કે સારા શિક્ષણ થકી જ એક સશક્ત અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ સંભવ છે. તેથી શાળા અને શિક્ષણને જીવંત ઉર્જાવાન અને સતત કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે. આ પ્રોજકેટને સફળ બનાવવા માટે પ્રત્યેક શિક્ષકથી લઈને સરકારી અધિકારી સુધી સતત બધાનું માર્ગદર્શન અને સાથ સહકાર ખુબ સારી રીતે સાંપડ્યો છે. સાથો સાથ દરેક ગામના સરપંચો, શાળાના આચાર્યો, વાલીઓ, જખઈના સભ્યોએ આ પ્રોજેક્ટમાં સિંહફાળો રહ્યો છે. આગામી સમયમાં ઉત્થાન પ્રોજકેટ વધુને વધુ સરકારી શાળાઓ સુધી પહોચે અને વિદ્યાર્થીઓના વિકાસમાં સહભાગી થાય તે માટે અદાણી ફાઉન્ડેશન સતત પ્રયત્નશીલ રહેશે. અદાણી ફાઉન્ડેશન અંતર્ગત ચાલતા ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત 2018 થી મુન્દ્રા તાલુકાની સાત ગામની શાળાથી શરૂ થયેલ સફર આજે 69 પ્રાથમિક શાળા અને 8 માધ્યમિક શાળામાં ચાલી રહી છે. ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત બાળકોના આંતરિક અને માનસિક વિકાસલક્ષી કાર્યો સતત થતા રહે છે તે માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular