મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં મયુરટાઉનશીપ પાસે યુવા પાર્ક આવાસમાં રહેતી ઈશિતાબેન નામની યુવતીને તેણીના લગ્નજીવન દરમિયાન દિ.પ્લોટમાં રહેતાં પતિ યશ જીતેન્દ્ર કનખરા, નણંદ અંકિતાબેન કનખરા, દિયર કિશન કનખરા, સસરા જીતેન્દ્ર વિનોદભાઈ કનખરા, સાસુ રીટાબેન જીતેન્દ્ર કનખરા નામના પાંચ સાસરિયાઓએ એક સંપ કરી ઈશિતા સાથે અવાર-નવાર ઝઘડો કરી અપશબ્દો બોલી મારકૂટ કરતા હતા તથા શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી પતાવી દેવાની ધમકી આપી હતી. સાસરિયાઓ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને યુવતીએ સાસરિયાઓ વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જેના અધાારે પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે પતિ સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.