Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયતિરૂપતિ સૌથી ધનિક મંદિર 85,705 કરોડની સંપત્તિ

તિરૂપતિ સૌથી ધનિક મંદિર 85,705 કરોડની સંપત્તિ

મંદિર ટ્રસ્ટ પાસે 14 ટન સોનું અને 7,123 એકર જમીન

- Advertisement -

વિશ્ર્વભરમાં સૌથી અમીર હિન્દુ ધર્મસ્થાનક ગણાતા તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ દ્વારા સંપતિની વિગતો જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત સમગ્ર દેશમાં 85,705 કરોડની કિંમત ધરાવતી 960 સંપતિ હોવાનું બહાર આવ્યું છે. આ ગણતરી સરકારી મૂલ્ય પ્રમાણે થઇ છે, બાકી બજાર કિંમતની દ્રષ્ટિએ આ આંકડો 2 લાખ કરોડ જેવો થવા જાય છે. ધર્મસ્થાનક દ્વારા છેલ્લા વર્ષોમાં પ્રથમ વખત સંપતિની સતાવાર વિગતો જાહેર કરી છે. તિરૂમાલા દેવસ્થાનમની સંપતિ દેશની કેટલીક ટોચની કોર્પોરેટ કંપનીઓની હરોળમાં આવી જાય છે. ભારતમાં માર્કેટ કેપીટાઈઝેશનમાં 26મો ક્રમ ધરાવતી સન ફાર્માની સંપતિ 2.2 લાખ કરોડ અને વિપ્રોની 2.16 કરોડ તથા અદાણી પોર્ટની 1.9 લાખ કરોડ છે. ધર્મ સ્થાનકની સંપતિ પણ આ રીતે ટોપ-25 કંપનીઓની હરોળમાં આવી જાય છે. તિરૂપતિ મંદિરની હુંડી સ્વરૂપે મળતી માસિક આવકમાં છેલ્લા પાંચ મહિનામાં સતત વધારો થઇ રહ્યો છે. એપ્રિલ મહિનાથી કુલ હુંડી દાન 700 કરોડને પાર થઇ ગયું છે.

- Advertisement -

કોરોના કાળ પૂર્વેના સમય કરતાં પણ વધુ છે. મંદિર દેવસ્થાનની તિજોરી સતત છલકાઈ રહી છે. જ્યારે દેશના વિવિધ ભાગોમાં પણ મંદિર ખોલવામાં આવી રહ્યા છે. નવી મુંબઈમાં 10 એકર જમીન પર મંદિર ઉભુ કરવામાં આવી રહ્યું છે. જમીનની કિમત જ 500 કરોડ ગણાય છે જ્યારે મંદિર નિર્માણનો ખર્ચ 70 કરોડ થશે. આ ઉપરાંત વૈષ્ણોદેવી નજીક 60 એકરની જગ્યામાં પણ મંદિર નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારે પણ અમદાવાદ નજીક તિરુપતિ મંદિરના નિર્માણ માટે જમીન આપવાનું વચન આપ્યું છે. તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનના ચેરમેન વાય.વી. સુબ્બારેડ્ડીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં મંદિરની 7123 એકર જમીન છે. 1974થી 2014 દરમિયાન 113 પ્રોપર્ટીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જો કે તે પાછળનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી. 2014 પછી એક પણ સંપતિ વેચવામાં આવી નથી અને નજીકના ભવિષ્યમાં આવો કોઇ ઇરાદો પણ નથી. તિરૂપતિ દેવસ્થાન પાસે જુદી-જુદી બેંકોમાં 14 હજાર કરોડની ફિક્સ ડીપોઝીટ છે અને 14 ટન સોનુ છે. દેશભરમાં પથરાયેલી સંપતિના આધારે મંદિર ટ્રસ્ટ અમીરી લીસ્ટમાં સતત ઉંચે ચડી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular