જામનગર શહેરના ગુલાબનગર રાજપાર્ક વિસ્તારમાં રહેતી મહિલાએ તેણીની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે પરિવારની ચિંતામાં રૂમનો દરવાજો બંધ કરી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર પુલ પાસે આવેલા રાજપાર્ક શેરી નં.3 માં રહેતા અને મજૂરી કામ કરતા હિતેન ધીરજલાલ ભૂત નામના યુવાનની પત્ની મેઘા ભૂત (ઉ.વ.32) નામની મહિલાની આર્થિક નબળી સ્થિતિને કારણે પરિવારના ભવિષ્ય માટેની ચિંતામાં રહેતી હતી અને આ ચિંતાને કારણે બુધવારે બપોરના સમયે તેના ઘરે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો આ અંગેની જાણ થતા તેણીના પતિ હિતેનભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એસ.વી. સામાણી સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બેશુધ્ધ હાલતમાં મહિલાને હોસ્પિટલે ખસેડવામાં આવતા તબીબોએ તેણીનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું.