જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલી શિવ શકિત સોસાયટીમાં રહેતાં મહિલાએ સાત વર્ષથી થયેલી માનસિક બીમારીથી કંટાળીને તેણીના ઘરે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલી શિવ શકિત સોસાયટીમાં રહેતાં જ્યોત્સનાબેન બકુલભાઈ મકવાણા (ઉ.વ.49) નામના મહિલાને છેલ્લાં સાત વર્ષથી માનસિક બીમારી થઈ હતી અને આ બીમારીની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને મંગળવારે વહેલીસવારના સમયે તેણીના ઘરે સાડીમાં પંખામાં વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના પતિ બકુલભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.