Friday, December 5, 2025
Homeરાજ્યહાલારવ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને ફિનાઇલ ગટગટાવ્યું

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને ફિનાઇલ ગટગટાવ્યું

કૌટુંબિક પાસેથી રૂા. 2.58 લાખના રૂપિયા 13.72 લાખ ચૂકવ્યા : વધુ 20 લાખની પઠાણી ઉઘરાણી : યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

ખંભાળિયામાં રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા પુનાભાઈ આલાભાઈ ભાચકન નામના 34 વર્ષના ગઢવી યુવાને પોતાના હાથે પોતાના ઘરે આપઘાત કરવાના હેતુથી ફિનાઈલ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર કરવામાં આવેલી વિગત મુજબ અહીંની રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા પુનાભાઈ આલાભાઈ ભાચકન નામના 34 વર્ષના ગઢવી યુવાને થોડા સમય પૂર્વે તેમના કુટુંબી સંબધી એવા અહીંના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા રામભાઈ ડાડાભાઈ કારીયા નામના શખ્સ પાસેથી રૂ. 2,58,000 ની રકમ વ્યાજે લીધી હતી. તેના બદલામાં તેમણે રૂ. 13,72,176 પરત ચૂકવી આપ્યા હતા. આ રકમ ચૂકવવા માટે તેમણે તેમના ઘરના દાગીના પણ વેચી દીધા હતા.

આ પછી પણ આરોપી રામ ડાડા કારીયા દ્વારા રૂપિયા 20 લાખની રકમ અનધિકૃત રીતે માંગવામાં આવતી હતી. આ રકમ બળજબરીપૂર્વક પડાવી લેવા માટે ફરિયાદી પુનાભાઈને જમીન ખાતે કરી આપવાની ધમકી આપી, અવારનવાર તેમની પાસે ફોન પર તેમજ રૂબરૂ ધાકધમકી આપવામાં આવી હતી. આમ, આરોપી દ્વારા પુનાભાઈ પર દબાણ લાવી અને બળજબરીપૂર્વક રૂપિયા પડાવી લેવા માટે અવારનવાર પઠાણી ઉઘરાણી કરી, બિભત્સ ગાળો કાઢવામાં આવતી હતી.

- Advertisement -

આનાથી ભયભીત થયેલા પુનાભાઈએ ફિનાઈલ પી લેતા તેમને સારવાર અર્થે અહીંની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે પુનાભાઈ આલાભાઈની ફરિયાદ પરથી આરોપી રામ ડાડા કારીયા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308 (2), 352 તથા મની લેન્ડર્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular