સોમવાર તા.30ના રોજ જન્માષ્ટમી ઉત્સવ ઉજવણી નિમિતે દેવભુમિ દ્વારકા વહીવટી તંત્ર દ્વારા જગત મંદિર ને ભક્તો માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવતા જિલ્લા પોલીસ દ્વારા સરકારી ગાઈડ લાઈન સાથે-સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દ્વારકાધીશ મંદિર ની પોરાણિક પ્રણાલી મુજબ 56 સીડી થી પ્રવેશ અને મંદિરના પૂર્વ એટલેકે મુખ્ય દ્વાર થી યાત્રિકોને બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
યાત્રિકો માટે પોલીસ તંત્ર દ્વારા હાથી ગેટ થી દ્વારકા મુખ્ય મંદિરના 56 સી.ડી. દ્વાર થી યાત્રિકોને પ્રવેશ આપવામાં આવશે અને સરકારી ગાઈડ લાઈન મુજબ મદિરના ગર્ભ ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી મંદિરના પૂર્વ એટલેકે મુખ્ય દ્વાર થી યાત્રિકોને બહાર નીકળવાની વ્યસ્થા કરવામાં આવી છે. 2021 જન્માષ્ટમી ઉત્સવ ને અનુલક્ષીને વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં પોલીસ વડા અને ડીવાયએસપી 3,પીઆઇ 14,પીએસઆઇ 46, સાથે એએસઆઇ, જીએચજી હોમ ગાર્ડ, એસઆરડી, ટીઆરબી સહિત અંદાજે 900 થી વધુ નો પોલીસ સ્ટાફ દ્વારકા 2021 જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે ફરજ બજાવશે.