Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયભીષણ ગરમી વચ્ચે રાજયમાં થંડરસ્ટોર્મની આગાહી

ભીષણ ગરમી વચ્ચે રાજયમાં થંડરસ્ટોર્મની આગાહી

ઉત્તર-મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં વાઝડી સાથે વરસી શકે છે કમોસમી વરસાદ

રાજયમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ભીષણ ગરમી બાદ આગામી બે દિવસ રાજયના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભીષણ ગરમીને કારણે નિમાર્ણ પામેલી થંડરસ્ટોર્મની સ્થિતિને કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 20 અને 21 એપ્રિલના રોજ હવામાનમાં પલટો આવી શકે છે. સામાન્ય રીતે હિટવેવની સ્થિતિ બાદ થંડરસ્ટોર્મ કે ચક્રવાતી પવનો ફૂંકાતા હોય છે.

- Advertisement -

બુધવાર અને ગુરૂવાર એમ બે દિવસ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની સાથે રાજ્યના વિવિધ વિસ્તારમાં પ્રતિ કલાકે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે. ગુજરાતમાં ચામડી દઝાડતી ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, બુધવારના રોજ બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, વડદોરા, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.જ્યારે બીજા દિવસે ગુરૂવારે સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર, બોટાદમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ રાતથી જ રાજ્યના વાતાવરણમાં પલટો શરૂ થઈ શકે છે. જો કમોસમી વરસાદ પડશે તો રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે પરંતુ બીજી તરફ વાતાવરણમા ભેજનું પ્રમાણ વધવાના કારણે ઉકળાટ અને બફારો વધશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular