જામનગરમાં પ્રખ્યાત એજન્સીના નામથી સોપારીની હોલસેલ તેમજ છૂટક ખરીદ કરતાં વેપારી દિપેશ જયસુખભાઇ ચાંદ્રા પાસેથી આઇ.એસ. પાનવાલાના માલિક ઇકબાલ અબ્દુલ અઝીઝ સમા દ્વારા કુલ રૂા. 18,01,920ની સોપારીની ખરીદ કરેલ હતી. આ રકમ પૈકી બાકી રહેતા રકમ રૂા. 17,56,671ની રકમની ચૂકવણી માટે આઇ.એસ. પાનવાલાના માલિક ઇકબાલ અબ્દુલઅઝીઝ સમા દ્વારા બંધન બેંક, જામનગર શાખાનો ચેક નં. 000267 રૂા. 5 લાખ, ચેક નં. 000268 રૂા. 6 લાખ, ચેક નં. 000266 રૂા. 6,56,671ના ચેકો આપ્યા હતાં. જે ચેકો ફરિયાદી દ્વારા પોતાના બેંક ખાતામાં ભરતા ફંડસ ઇનસફિશિયન્ટના શેરા સાથે પરત ફર્યા હતાં. જેથી ફરિયાદી દ્વારા પોતાના વકીલ મારફત સ્ટેચ્યુટરી નોટીસ મોલાવેલ હતી. તેમ છતાં પણ ચેકો મુજબની રકમ વસુલ નહીં આપતા પ્રભાત એજન્સીના માલિક દિપેશભાઇ જયસુખભાઇ ચાંદ્રા દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ રૂા. 17,56,671ના ચેકોની રિર્ટનની અલગ અલગ ત્રણ ફરિયાદો આઇ.એસ. પાનવાલાના માલિક ઇકબાલ અબ્દુલઅઝીઝ સમા સામે દાખલ કરી હતી.
આ કેસમાં ફરિયાદી પ્રભાત એજન્સીના માલિક દિપેશભાઇ જયસુખભાઇ ચાંદ્રા તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, પરેશ એસ. સભાયા, હિરેન જે. સોનગરા, રાજેશ જે. સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા તથા નેમિષ જે. ઉમરેટીયા રોકાયા હતાં.