જામનગર તાલુકાના ઠેબા ચોકડી નજીકથી પસાર થતી રિક્ષા અને બાઈકને આંતરીને પોલીસે તલાસી લેતા દેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને રૂા.60,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ઠેબા ચોકડી નજીક માર્ગ પરથી પસાર થતી જીજે-03-એડબલ્યુ-5073 નંબરની રીક્ષા અને જીજે-10-ડીડી-5235 નંબરની બાઇકને પોલીસે આંતરીને તલાસી લેતા કરણ દિલીપ દેગામા, સંજય રમેશ કમોયા, યુવરાજસિંહ દિલીપસિંહ ઝાલા નામના ત્રણ શખ્સો પાસેથી રૂા.1800 ની કિંમતનો દેશી દારૂ અને રૂા.1900ની કિંમતના ત્રણ મોબાઇલ તથા રૂા.15000 ની કિંમતનું બાઈક અને રૂા.25000 ની કિંમતની રીક્ષા સહિત રૂા.60800ના મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.