Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરજોડિયાના દરિયાકિનારેથી ત્રણ શખ્સો 5 કિલો 859 ગ્રામના ચરસ સાથે ઝડપાયા -...

જોડિયાના દરિયાકિનારેથી ત્રણ શખ્સો 5 કિલો 859 ગ્રામના ચરસ સાથે ઝડપાયા – VIDEO

જામનગર એસઓજી પોલીસ દ્વારા કુલ રૂા.9,08,850 નો મુદ્દામાલ કબ્જે : પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરાઇ

- Advertisement -

જામનગર એસઓજી પોલીસે જોડિયામાંથી ત્રણ શખ્સોને પાંચ કિલો 859 ગ્રામના અફઘાની ચરસના જથ્થા સાથે ઝડપી લઇ કુલ રૂા.9,08,850 નો મુદ્દામાલ કબ્જે કરી આ અંગે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, રાજકોટ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ દ્વારા જામનગર જીલ્લામાં એનડીપીએસના કેસો કરવા માટે સુચના કરી હોય. જે અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાડવા અને નશાખોરી રોકવા માટે નો ડ્રગ્સ ઈન જામનગર અભિયાન શરૂ કર્યુ છે. જે અનુસંધાને જામનગર એસઓજીના પીઆઈ બી એન ચૌધરી, પીએસઆઈ એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. આ દરમિયાન એસઓજી સ્ટાફના ફિરોજભાઈ ખફી, રમેશભાઈ ચાવડા, હર્ષદકુમાર ડોરીયા, તોસિફભાઈ તાયાણીને જોડિયાના દરિયાકિનારે ત્રણ શખ્સો દરિયામાં કરચલા પકડવા ગયા હતાં અને ત્યાંથી ચરસનો જથ્થો લાવી દરિયાકિનારે સંતાડેલો હોવાની બાતમી મળી હતી. જેના આધારે રેઈડ દરમિયાન ફરીદ બસીર ખોડ, અજીજ મામદ ગાધ, અસગર ગની પલેજા નામના ત્રણ શખ્સોને જોડિયા ગામે બંદર રોડ પર આવેલ બાવળની ઝાડીમાંથી પાંચ કિલો 859 ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

એસઓજી પોલીસે રૂા.8,78,850 ની કિંમતના પાંચ કિલો 859 ગ્રામ ચરસનો જથ્થો, રૂા.30000 ની કિંમતના ત્રણ નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.9,08,850ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય શખ્સો વિરૂધ્ધ જોડિયા ખાતે એનડીપીએસ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. ફરી એક વખત જામનગર જિલ્લામાંથી ચરસનો માતબર જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular