Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં દારૂની 31 બોટલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

જામનગર શહેરમાં દારૂની 31 બોટલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

ભોયવાડામાં રહેણાંક મકાનમાંથી 22 બોટલ સાથે શખ્સ ઝબ્બે : સપ્લાયરની સંડોવણી ખુલ્લી : નવાગામ ઘેડમાં મકાનમાંથી આઠ બોટલ સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરમાં શાકમાર્કેટ પાસે ભોયવાડા વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.11,000 ની કિંમતની દારૂની 22 બોટલ મળી આવતા ધરપકડ કરી હતી. બીજો દરોડો, જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં વેપારી શખ્સને તેના મકાનમાંથી દારૂની આઠ બોટલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજો દરોડો જામનગરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી પોલીસે દારૂની બોટલ સાથે શખ્સને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં જૂની શાકમાર્કેટ ભોયવાડા વિસ્તારમાં પાલખીવાડમાં રહેતાં શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન તલાસી લેતાં મકાનમાંથી રૂા.11000 ની કિંમતની 22 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતાં પોલીસે અમિત મુકેશ રાઠોડ નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં દારૂના જથ્થામાં કિસાન ચોકમાં રહેતાં ઈમરાન શેખ દ્વારા દારૂ સપ્લાય કર્યો હોવાનું ખુલતા પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ઇમરાનની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

બીજો દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં હરપાલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ નામના વેપારી શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.4000 ની કિંમતની દારૂની આઠ બોટલ મળી આવતા પોલીસે હરપાલસિંહની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 64 માં બંસી ડેરીની બાજુમાં રહેતાં ભરત ટેકચંદ રામનાણી નામના શખ્સના મકાનમાંથી પોલીસે તલાસી લેતા રૂા.500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની એક બોટલ મળી આવતા ભરતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular