Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરખાનગી લકઝરી બસમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સ ઝડપાયા

ખાનગી લકઝરી બસમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સ ઝડપાયા

- Advertisement -

ધ્રોલ તાલુકાના હરીપર ગામ નજીક ટંકારા માર્ગ પરથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે બસને આંતરી તલાસી લેતા ત્રણ શખ્સો પાસેથી 29 બોટલ દારૂ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના હરીપર ગામ નજીકથી પસાર થતી ખાનગી લકઝરી બસમાં અમુક શખ્સો દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમીના આધારે એએસઆઇ વી.ડી.રાવલિયા તથા સ્ટાફે બુધવારે બપોરના સમયે હરીપર ગામ નજીક આવેલી નર્સરી પાસે બસને આંતરીને અંદર બેસેલા મુસાફરોની તલાસી લેતા ભરત મોહન પરમાર (જામનગર) નામના શખ્સ પાસેથી રૂા.6000ની કિંમતની ઈંગ્લીશ દારૂની 12 બોટલ અને રૂા.400 ની કિંમતના ચાર નંગ બીયરના ટીન મળી આવ્યા હતા તેમજ દિપક ઉર્ફે કારો જેઠા પરમાર (જામનગર) નામના શખ્સ પાસેથી રૂા.6000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 12 બોટલ અને દામજી ઉર્ફે કલિયો ગોવિંદ કછેટીયા નામના શખ્સ પાસેથી રૂા.2500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ મળી આવતા પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરી રૂા.18,900 ની કિંમતની 29 બોટલ ઈંગ્લીશ દારૂ અને બીયરના ચાર ટીન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular