લાલપુર તાલુકાના પીપર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.12,230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં જાહેરમાં ગંજીપના રમતા પાંચ શખ્સોને રૂા.5690 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, લાલપુર તાલુકાના પીપર ગામમાં જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ઈરફાન અલારખા ખફી, દેવાયત પુંજા રાવલિયા, રમેશ જગા કાંબરિયા નામના ત્રણ શખ્સોને રૂા.12230 ની રોક રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં જાહેરમાં ગંજીપના રમતા પરબત વાલા મકવાણા, ચના અરજણ કાંબરિયા, મધુ ગોરા સૌંદરવા, મેણશી વિક્રમ ચંદ્રવાડિયા, કેશુ કરશન મકવાણા નામના પાંચ શખ્સોને રૂા. 5690 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. દરોડા દરમિયાન કરશન નાજા મકવાણા નામનો શખ્સ ફરાર થઈ જતાં પોલીસે તેના વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.


