જામજોધપુરમાં જાહેર રોડ પર ઉપર જૂગાર રમતા બે મહિલા સહિત ત્રણ શખ્સોને પોલીસે રૂા.5360ની રોકડ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામજોધપુરમાં મહિલાના રહેણાંક મકાનની સામે જાહેર રોડ પર તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ઉકાભાઈ ભીમશીભાઈ આંબલિયા તથા અન્ય બે મહિલાઓને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં. રૂા.5360 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે બે મહિલા સહિત ત્રણ શખ્સોને ઝડપી લઇ જૂગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.