Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ફલેટમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા ત્રણ શખ્સ ઝડપાયા

જામનગર શહેરમાં ફલેટમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા ત્રણ શખ્સ ઝડપાયા

રૂા.27,500 ની રોકડ રકમ અને ત્રણ મોબાઇલ સહિત રૂા.43,600નો મુદ્દામાલ કબ્જે : 12 શખ્સોની સંડોવણી ખુલ્લી : 15 શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં પંચવટી ગૌ શાળા પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં શખ્સ દ્વારા તેના ફલેટમાં આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ત્રણ શખ્સોને રૂા.27,500 ની રોકડ અને મોબાઇલ સહિત રૂા.43,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં પંચવટી ગૌ શાળા પાસે આવેલા ભગવતી એપાર્ટમેન્ટમાં ફલેટ નં.બી/10 માં રહેતો જીતેન્દ્ર મનસુખ વિઠ્ઠલાણી નામનો શખ્સ તેના મકાનમાં ક્રિકેટનો ડબ્બો ચલાવતો હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઈ સી.એમ. કાટેલિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન જીતેન્દ્ર વિઠ્ઠલાણી અને કરશન રામા સોલંકી, પિયુષ પરશોતમ ફળદુ નામના ત્રણ શખ્સોને આઈપીએલ 20-20 ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા ઝડપી લઇ તેમના કબ્જામાંથી રૂા.27,500 ની રોકડ રકમ અને રૂા.16,000 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ અને રૂા.100 ની કિંમતનું કેલ્કયુલેટર સહિતનો રૂા.43,600 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ ત્રણેયની પુછપરછ કરતાં આ ડબ્બામાં એસ.બી. (સવાભાઈ ભાદાભાઈ ટોયટા રહે.દરેડ મો.ન.6351529788), 10 નંબર (હીરેન ગોસ્વામી રહે.મચ્છરનગર મો.ન. 9033311179), નટુ (નટુભા રહે.ચેલા મો.ન.9925388282), વિજય (વિજયભાઈ પુરોહીત રહે.મચ્છરનગર મો.ન.7698412466), કરણ (કરણ ભરવાડ રહે.રામેશ્ર્વરનગર મો.ન. 9574028473), ડી.કે. (ડી.કે. રહે. મચ્છરનગર મો.ન. 8238798273), કનુ જામ (કનુભાઈ મો.ન. 9662451649), કિશન (કિશન વાણંદ રહે. સેતાલુસ મો.ન. 8511911179, ધોળકીયા (ધોળકીયા રહે. મચ્છરનગર મો.ન. 6359791047 , 52 નંબર (ભરતસિંહ ઝાલા મો.ન. 8849975965, પ્રવીણ (પ્રવીણ રહે. ગ્રીનસીટી મો.ન. 9638515472 અને રઝાક સાઈચા (રઝાક સાઈચા) ની સંડોવણી ખુલતા પોલીસે 15 શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular