જામનગર શહેર અને જિલ્લામાં એક તરફ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અને પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે તો બીજી તરફ દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. પોલીસ દ્વારા ત્રણ શખ્સોને 197 બોટલ દારૂ અને 48 નંગ બીયરના ટીન સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો શહેરના ગુલાબનગર રામવાડી બજરંગચોક વિસ્તારમાં રહેતા શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના શિવભદ્રસિંહ જાડેજા, ફિરોજ ખફી, હરદીપ ધાધલને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન વસીમ ઉર્ફે ગણિત અબ્દુલ કરીમ મકવાણાના મકાનમાંથી તલાસી લેતા રૂા.28800 ની કિંમતની 72 બોટલ ઈંગ્લીશ દારૂ અને 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા.50 હજારનું બાઈક મળી આવતા રૂા.88,800 ના મુદ્દામાલ સાથે વસીમની અટકાયત કરી પુછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો કાસમ અબ્દુલ ખીરાણી પાસેથી ખરીદ્યાની કેફીયતના આધારે એલસીબીએ તપાસ
4અનુ. પાના નં. 6 ઉપર